તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 61 ફાયરમેનની ભરતીમાં ભ્રષ્ટાચાર : HCમાં રિટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

61 ફાયરમેનની ભરતીમાં ભ્રષ્ટાચાર : HCમાં રિટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાકોર્પોરેશન દ્વારા ફાયર બ્રિગેડમાં ફાયરમેનની ભરતીમાં મોટા પાયે ગેરરીતિ આચરીને જવાનોની ભરતી કરવામાં આવી હોવાની વિગતો સપાટી પર આવતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. અંગે બે યુવકે ગુજરાત હાઇકોર્ટમાં રિટ દાખલ કરીને દાદ માંગતાં હાઇકોર્ટે મ્યુ.કમિશનર, ડે.મ્યુ. કમિશનર અને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર સામે નોટિસ કાઢવાનો આદેશ કરી તા.26 જુલાઇના રોજ જવાબ રજૂ કરવા માટેનું જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ કોર્પોરેશન દ્વારા 69 ફાયરમેનની ભરતી માટેની જાહેરાત આપવામાં આવતાં રાજ્યભરમાંથી અનેક યુવકોએ અરજીઓ કરી હતી અને ત્યાર બાદ કોર્પોરેશન દ્વારા ફઝિકલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર પ્રક્રિયા પૂરી થયા બાદ કુલ 61 ફાયરમેનોને નોકરીના ઓર્ડર આપવામાં આવ્યા હતા. જોકે,જે રીતે ફાયરમેનની પસંદગી કરવામાં આવી હતી તેની સામે ભારે વિરોધ ઊભો થવા પામ્યો હતો. અનેક યુવકોએ પસંદ થયેલા યુવકો કરતાં તેઓ વધુ યોગ્ય હોવાનું જણાવી ભરતી પ્રક્રિયામાં લાખોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની લાંબા સમયથી ચર્ચા ચાલતી હતી.

દરમિયાનમાં ફાયરમેનની ભર્તી માટે અરજી કરનાર ધર્મેન્દ્ર હરીનારાયણ યાદવ અને વિપુલ પરમાર નામના એક યુવકે કોર્પોરેશન દ્વારા જે યુવકોની ભરતી કરવામાં આવી છે તેમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં દાદ માંગતાં હાઇકોર્ટે વડોદરાના મ્યુ. કમિશનર, ડે.કમિશનર ડો.મીણા અને ચીફ ફાયર ઓફિસર (ઇન્ચાર્જ) દીપક ગુંજાલ સામે નોટિસ કાઢી તા.26 જુલાઇના રોજ જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

સમગ્ર ભરતી કૌભાંડમાં મળતિયાઓને નોકરી અપાવવા માટે ફિઝિકલ ટેસ્ટમાં જે યુવકો લાયક હોય તેવા યુવકોની પસંદગી કરવામાં આવી હતી અને તેના કારણે અનેક લાયક ઉમેદવારો નોકરીથી વંચિત રહેવા પામ્યા છે. એટલે હવે જોવાનું રહે છે કે, ભરતી કૌભાંડના આક્ષેપમાં કોર્પોરેશન દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને કોર્પોરેશન દ્વારા હાઇકોર્ટમાં શું જવાબ આપવામાં આવે છે.

ફાયરમેનની ભરતી માટે તા. 30 મે, 1 અને 2 જૂનના રોજ સ્વિમિંગ અને દોડ સહિતની ફિઝિકલ ટેસ્ટ રાખવામાં આવી હતી. ટેસ્ટ બાદ તા.14 અને 15 જૂનના રોજ મૌખિક ઇન્ટર્વ્યૂ યોજાયા બાદ ફાયરમેનના ઓર્ડર આપવામાં આવ્યા હતા.

જોકે, ઓર્ડર આપવામાં આવતાં ટેસ્ટમાં કેટલાક ગેરલાયક ઠરેલા યુવકોને પણ નોકરી આપી દેવામાં આવી હોવાના હાલ આક્ષેપો થઇ રહ્યા છે.

હવે શું? આજેલાલબાગ ખાતે ફરી ફિઝિકલ ટેસ્ટ યોજાય તેવી શક્યતા

^ ફાયર બ્રિગેડમાં ફાયરમેનની જે ભરતી યોજાઇ હતી તેમાં કોઇ ગેરરીતિ કરાઇ નથી. સમગ્ર પ્રક્રિયામાં સ્ક્રૂટિની થયા પછી ભરતીના ઓર્ડર અપાયા છે. હાઇકોર્ટમાં રિટ થઇ હોવાની બાબત જાણમાં નથી પરંતુ ભરતી માટે જે ફિઝિકલ ટેસ્ટ યોજાઇ હતી તેની નિયમ મુજબ વીડિયોગ્રાફી કરવામાં આવી છે. > ડો.નરેન્દ્રમીણા, ડે.મ્યુ.કમિશનર

ભરતી નિયમ મુજબ કરાઇ છે

ફાયરમેનની ભર્તીમાં રિજેક્ટ થયેલા ઉમેદવારના નામ સિલેક્ટ થયેલા ઉમેદવારોના લીસ્ટમાં કેવી રીતે આવ્યાં તે બાબત હાલ ચર્ચાનો વિષય બની છે. અંગે રિટ દાખલ થતાં તંત્ર એકશનમાં આવ્યું છે અને સિલેક્ટ થયેલા ઉમેદવારોના ફિઝીકલ ટેસ્ટ ફરીથી યોજવા માટેની હીલચાલ શરૂ કરી છે. આજે લાલબાગ સ્વિમિંગ પુલ ખાતે સિલેક્ટ થયેલા ઉમેદવારોનો ફીઝીકલ ટેસ્ટ યોજાશે. જો કે, અંગે સત્તાવાર જાહેરાત કરાઇ નથી.

ભરતીમાં ગેરરીિત|ફાયર બ્રિગેડના જવાનોએ પણ રજૂઆત કરી હતી

ફાયરબ્રિગેડના કેટલાક જવાનો તાજેતરમાં મ્યુ.કમિશનરને મળ્યા હતા અને તેમણે રજૂઆત કરી હતી કે, ફાયરમેનની ભરતીમાં મોટી ગેરરીતિ આચરાઇ છે.આ જવાનોએ તેમના સંતાનો લાયક હોવા છતાં તેમની ફાયરમેન તરીકે ભરતી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે અંગે તપાસ કરવા રજૂઆત કરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ તેઓ હાલ ફરજ બજાવી રહ્યા હોઈ તેઓ વધુ કંઇ કહેવા માંગતા હોવાનું જણાવ્યું હતું.

મ્યુ.કમિશનર, ડે.કમિશનર અને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને નોટિસ : 26મીએ જવાબ રજૂ કરવા આદેશ

ટેસ્ટમાં ગેરલાયક ઠરેલા ઉમેદવારોને ઓર્ડર અપાયાના આક્ષેપ સાથે 2 ઉમેદવારો હાઇકોર્ટના દ્વારે

^ફાયર બ્રિગેડમાં 61 ફાયરમેનની ભરતી કરવામાં આવી છે. ભરતીની સમગ્ર પ્રક્રિયા કોર્પોરેશનના વહીવટી વિભાગ દ્વારા થતી હોય છે એટલે ઇન્ટર્વ્યૂમાં કેટલા લોકો આવ્યા હતા તેની મને કોઇ જાણ નથી. સમગ્ર પ્રક્રિયા કોર્પોરેશન દ્વારા થઇ છે અને હાઇકોર્ટમાં રિટ થઇ હોવાની બાબત મારા ધ્યાનમાં નથી. > દીપકગુંજાલ, ઇન્ચાર્જચીફ ફાયર ઓફિસર

ભરતી વહીવટી વિભાગ કરે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો