તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 3 સપ્ટેમ્બરે મ.સ.યુિનવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3 સપ્ટેમ્બરે મ.સ.યુિનવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેનેટના મતદાર નોંધણી ફોર્મમાં MSUનો લોગો વાપરવાનો વિરોધ

એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

વિદ્યાર્થીસંઘોની ચૂંટણી યોજવાની સતત માંગ વચ્ચે આજે એમ.એસ.યુનિવર્સિટીમાં મળેલી સ્પેશિયલ સિન્ડિકેટની બેઠકમાં 3 સપ્ટેમ્બરના રોજ વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવાનો નિર્ણય કરાયો છે. જેના માટેનું ચૂંટણીનું જાહેરનામું 10મી ઓગસ્ટ બાદ પ્રસિદ્ધ કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ યુનિ.ની સિન્ડિકેટે 31મી ઓગસ્ટના રોજ વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવાનો નિર્ણય કર્યો હતો.

યુનિ.ની હેડ ઓફિસ ખાતે આજે મળેલી સ્પેશિયલ સિન્ડિકેટની બેઠકમાં યુનિ.માં ટીચર્સની ખાલી બેઠકો ભરવા અંગેની દરખાસ્તને પાસ કરાઇ હતી. દરખાસ્તની સાથે રાજ્ય સરકાર, યુજીસી ગ્રાન્ટ અને રૂસા તરફથી મળેલી કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી તેમજ તેના યોગ્ય ઉપયોગ કરવા બદલ ચર્ચા કરીને નિર્ણય કરાયો હતો. સિન્ડિકેટની બેઠકમાં સિક્યુરિટી એન્ડ વિજિલન્સ સર્વિસીસનો કોન્ટ્રાકટ વધુ 6 મહિના સુધી વધારવાનો નિર્ણય કરાયો હતો. સ્પેશિયલ સિન્ડિકેટમાં ખાસ કરીને વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવા માટે અગાઉ 31મી ઓગસ્ટની કરાયેલી તારીખને બદલવા માટે ચર્ચા હાથ ધરાઇને 3 સપ્ટેમ્બરના રોજ વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવાનો નિર્ણય લેવાયો હતો. 31મી ઓગસ્ટથી તારીખ 3 સપ્ટેમ્બરે લઇ જવા પાછળ અમુક સિન્ડિકેટ સભ્યોએ ઓગસ્ટ માસમાં સતત રજાઓ આવતી હોવાનું તેમજ ખુદ વીસી પણ નેક કમિટીમાં વ્યસ્ત હોઇ તારીખો પાછળ ઠેલવી જોઇએ તેવો મત વ્યક્ત કર્યો હતો. જોકે સભ્યોએ આગામી વર્ષે તો 31મી ઓગસ્ટના રોજે વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાશે તેવો દાવો કર્યો હતો. વિદ્યાર્થી સંઘની ચૂંટણીની સાથે 8મી જાન્યુઆરીના રોજ રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની ચૂંટણી યોજાશે તે સંદર્ભની સભ્યોને માહિતી અપાઇ હતી. ઉપરાંત હાયર પેમેન્ટ અંગે રચાયેલ એડવાઇઝરી બોર્ડ તથા હાયર પેમેન્ટ અંગે રાજ્ય સરકારે આપેલા રિવાઇઝ્ડ ગાઇડ લાઇનની દરખાસ્તને પાસ કરીને વર્ષ 2016-17થી લાગુ કરવાનો નિર્ણય કરાયો હતો.

60 હાયર પેમેન્ટ પ્રોગ્રામ અંગે કયા નિર્ણયો લેવાયા

} હાયર પેમેન્ટ પ્રોગ્રામને ચાર કેટેગરીમાં ફાળવી દેવાયા. જેમાં હાયર પેમેન્ટ પ્રોગ્રામ ઓફર બાય ઇન્સ્ટિટ્યૂટ, હાયર પેમેન્ટ પ્રોગ્રામ ઓફ બાય ફેકલ્ટી, હાયર પેમેન્ટ ઓફર બાય ડિપાર્ટમેન્ટ તથા હાયર પેમેન્ટ ઓફર બાય સેન્ટર છે.

} 100થી વધુ વિદ્યાર્થીઓ જે હાયર પેમેન્ટ પ્રોગ્રામમાં હશે ત્યાં ડાયરેક્ટર, જોઇન્ટ ડાયરેક્ટર તથા આસિ. ડાયરેક્ટરની નિમણૂક કરાશે.

} એકેડેમિક સ્તરે દર ત્રણ વર્ષે અભ્યાસક્રમનો રિવ્યૂ કરાશે અને રિવાઇઝ કરાશે.

} હાયર પેમેન્ટના પ્રોગ્રામ પર હવે પ્રોગ્રામ ડાઇરેક્ટરની સાથે એકાઉન્ટ્સમાં ડીનની સહી ફરિજયાત થશે. જોઇન્ટ નામે એકાઉન્ટ ખૂલશે.

} ટીચિંગ સ્ટાફ અને નોન ટીચિંગ સ્ટાફને રેગ્યુલર કર્મચારીઓને સમકક્ષ પગાર ધોરણો આપવા માટે પણ સહમતિ સધાઇ હતી.

ABVP-VVSને લાભ અપાવવા તારીખ પાછી ઠેલી

^એબીવીપી-વીવીએસના મતદારોને લાભ અપાવવા સ્પેશિયલ સિન્ડિકેટની મળેલી બેઠકમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી 3 સપ્ટેમ્બરના રોજ કરવાનો નિર્ણય કરાયો છે. ઓગસ્ટમાં રજાઓ આવતી હોવાનો મુદ્દો આગળ ધરીને ચૂંટણી પાછળ લઇ જનારાને અગાઉની સિન્ડિકેટમાં 31મી ઓગસ્ટ નક્કી કરતાં પહેલાં રજાઓ આવે છે તે ખબર નહોતી. તો વિદ્યાર્થીઓને મૂર્ખ બનાવા માટે સિન્ડિકેટના સભ્યોએ કારસો રચ્યો છે. > હિતેશદેસાઇ, પ્રમુખ,એનએસયુઆઇ.

10 ઓગસ્ટ બાદ ચૂંટણી અંગેનું નોટિફિકેશન બહાર પડાશે

3 સપ્ટેમ્બરના રોજ યોજાનાર વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં અડચણ આવે તે માટે યુનિ.ના સત્તાધીશો કાનૂની અભિપ્રાય લઇને કેવીયટ દાખલ કરશે. જેથી હાઇકોર્ટમાંથી સંદર્ભે કોઇ સ્ટે લઇ શકે કે ચૂંટણીને પુન: રોકી શકે.

યુિન.ની સ્પેશિયલ સિન્ડિકેટની બેઠકમાં લેવાયેલો નિર્ણય

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો