તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ રિપોર્ટર | વડોદરા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર | વડોદરા

પૂૂણેક્રાઇમ બ્રાન્ચના એ.પી.આઇ. અને હેડ કોન્સ્ટેબલ પર આડેધડ ફાયરિંગ કરવાના બનાવમાં સંડોવાયેલા ગેંગસ્ટર સાગર રાજપૂતની ક્રાઇમ બ્રાન્ચે ગઇકાલે ધરપકડ કરી હતી. આજે તેને અદાલત સમક્ષ રજૂ કરી તપાસ અધિકારીએ રિમાન્ડની માંગણી કરતાં જ્યુ.મેજિ.એ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.તપાસ અધિકારીએ રજૂઆત કરી હતી કે, ગેંગસ્ટર વર્ષ 2015થી વડોદરામાં રહે છે અને માર્ને ગેંગ સાથે સંકળાયેલો છે ત્યારે ગેંગના અન્ય કોઇ સાગરીતો પણ વડોદરામાં છે કે કેમ, તેની તપાસ કરવાની છે.

ઉલ્લેખનીય છે કે, ગેંગસ્ટર સાગર રાજપૂતે કરેલા આડેધડ ફાયરિંગમાં એ.પી.આઇ. રણજિત ભોયટે અને હેડ કોન્સ્ટેબલ રમેશ મોરેને ગોળી વાગતાં તેમને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. બનાવની તપાસ ક્રાઇમ બ્રાન્ચના એ.સી.પી. પિનાકીન પરમારને સોંપવામાં આવી છે. પોલીસે કરેલા વળતા ફાયરિંગમાં ગેંગસ્ટર સાગર રાજપૂતને પણ ઈજા પહોંચી હતી અને તેને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગઇકાલે મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચે ગેંગસ્ટરની સયાજી હોસ્પીટલ ખાતેથી ધરપકડ કરી હતી.

આજરોજ તપાસ અધિકારીએ આરોપી સાગર રાજપૂતને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં જ્યુ.મેજિ.એ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો