તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીમાં3જી સપ્ટેમ્બરના રોજ યોજાનાર વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે એનએસયુઆઇ અને એબીવીપીએ જનરલ સેક્રેટરીના પદ માટે પોત-પોતાના ઉમેદવારો નક્કી કરીને ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો છે. જોકે વીપીના નામો જાહેર કરવા માટે તેમજ ચૂંટણી જીતી શકે તેવી વિદ્યાર્થિની પસંદગી કરવામાં એનએસયુઆઇ અને એબીવીપીમાં મોટી ધમાલ મચી છે.

3જી સપ્ટેમ્બરના રોજ યોજાનાર વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો બાકી છે. એનએસયુઆઇ અને એબીવીપી જીએસ અને વીપીના ઉમેદવારોના નામો પ્રાથમિક ધોરણે ચૂંટણીની તારીખની જાહેરાત થઇ તે પહેલા નક્કી કરીને બેઠા છે. જોકે ચૂંટણીની તારીખની જાહેરાત બાદ સમીકરણો બદલાતાં બંને પક્ષોએ પોતાના જી.એસના ઉમેદવારોની ઔપચારિક જાહેરાત કરી દઇને પ્રચાર પણ શરૂ કરી દીધો છે. એબીવીપીએ શુભમ કૌલને જી.એસ પદ માટે પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. જ્યારે એનએસયુઆઇએ હેપ્પી કલબના પૂર્વ પ્રમુખ અને એનએસયુઆઇમાં જોડાયેલા હિતેશ બત્રાને પોતાનો ઉમેદવાર પદે જાહેર કરીને પ્રચાર પણ શરૂ કરી દીધો છે. બંને સંગઠનોએ જી.એસ બાદ વીપીના પદ માટે ચૂંટણી જીતી શકે તેવી વિદ્યાર્થિની પસંદગી કરવા માટે કવાયત હાથ ધરી છે. જોકે વિદ્યાર્થિનીઓ ચૂંટણી લડવા તૈયાર થતી નથી. જે તૈયાર થાય છે તે ચૂંટણી જીતી શકશે તેના માટે ખુદ સંગઠનોને શંકા છે. યોગ્ય ઉમેદવારના અભાવે બંને સંગઠનોએ 16મી કે તેના બાદ વીપી પદના ઉમેદવારની જાહેરાત કરવાનો નિર્ણય લીધો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો