તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રિયલ એસ્ટેટ એક્સ્પોમાં બીજા િદવસે પણ મુલાકાતીનો ધસારો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિયલ એસ્ટેટ એક્સ્પોમાં બીજા િદવસે પણ મુલાકાતીનો ધસારો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરજનોનેએક છત્ર હેઠળ વિશ્વાસપૂર્વકનું અને જરૂરિયાત અનુસારનું સપનાનું ઘર મળી રહે તે આશયથી દિવ્ય ભાસ્કર દ્વારા રિયલ એસ્ટેટ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવાર તથા રવિવારના દિવસે વિવિધ વિસ્તારમાં રહેતા અને વિવિધ વિસ્તારોમાં ઇન્વેસ્ટમેન્ટ અથવા રહેવાના આશયથી ઘર ખરીદવા ઇચ્છતા શહેરજનોએ ભારે ઉત્સાહ પૂર્વક એક્સ્પોમાં ભાગ લીધો હતો.

દિવ્યભાસ્કર દ્વારા શહેરની સૂર્યા પેલેસ હોટલ ખાતે આયોજિત રિયલ એસ્ટેટ એક્સ્પોમાં શહેરના હજારો લોકોએ ભાગ લીધો હતો. શહેરજનો માટે એક્સ્પોમાં શહેરના તમામ વિસ્તારોમાં તમામ વર્ગને પોસાય તેવી કિંમતે શહેરના 19 બિલ્ડર ગ્રૂપ દ્વારા પ્લોટ્સ, ફ્લેટ્સ, એપાર્ટમેન્ટ્સ, પેન્ટહાઉસીસ, ટેનામેન્ટ્સ, ડુપ્લેક્સ, બંગ્લોઝ, વિલા, ફાર્મ, હોલિડે હોમ સહિત શોપ્સ, ઓફિસીસ જેવી કોમર્શિયલ પ્રોપર્ટી અંગે માહિતી આપવામાં આવી હતી. પ્રથમ દિવસે એક્સપોમાં શહેરજનોનો ભારે ધસારો રહ્યો હતો. જ્યારે આજે રવિવારે પણ શહેરજનોએ એક્સ્પોમાં ભાગ લઇ પોતાના સપનાના અને જરૂરિયાતના ઘરનું ઓપ્શન મેળવ્યું હતું. શહેરના મધ્યમ વર્ગથી લઇને ઉચ્ચ વર્ગ સુધીના તમામ લોકો માટેના ઓપ્શન એક્સ્પોમાં રજૂ કરવામાં આવ્યા હતા. ભવ્ય પ્રતિસાદ સાથે આજે બે દિવસીય એક્સ્પોનું સમાપન કરવામાં આવ્યું હતું.

મુલાકાતીઓએ અેકસ્પોના આયોજનને મહત્તવનો માહિતીનો સ્તોત્ર ગણાવ્યો હતો. સાઇટ ઉપર જઇને જે માહિતી મળે તેના કરતા વધુ ઓપ્શન સાથે સારી માહિતી મળતા પસંદગીની સ્પષ્ટતા થયાનો સૂર વ્યકત કર્યો હતો. રવિવારની રજામાં િદવસભર મુલાકાતીઓનો ધસારો રહ્યો હતો.

સ્વપ્નના ઘર માટેનો િનર્ણય આસાન બન્યો

જરૂરિયાતના ઘરના ઘણા ઓપ્શન મળ્યાં

^ તમામ સ્પોટ પર જઇ ઘર જોવું શક્ય બનતું હતું. ત્યારે એક્સ્પોને કારણે સમજ પડી કે કયા સ્પોટ પર જવું જોઇએ. અમને ઇન્ડિપેન્ડન્ટ હાઉસ જોઇતું હતું. જે અમને એક્સ્પોમાં જોવા મળ્યું. જાણેલી માહિતી પણ અમે એક્સ્પોમાંથી મેળવી છે. સ્વપ્નના ઘરમાં ખર્ચા ખચકાટ વિના નિર્ણય લેવો શક્ય બન્યો છે.> ભાવેશપટેલ, સોફ્ટવેરએન્જિનિયર. વિદિતાપટેલ, લેક્ચરર.

^ અમે રેન્ટ પર રહીએ છીએ. ઘણી સ્કીમ્સ જોઇ પરંતુ ક્યાં જવું તે સમજાતું હતું. આજે અમારી જરૂરિયાત મુજબનું જે વિસ્તારમાં જોઇતું હતું તે વિસ્તારમાં ઘર મળ્યું. એક જગ્યાએ એક સાથે આટલાં ઓપ્શન અમને મળ્યા છે. ત્યારે હવે એક સમયે ઘણાં બધા ઓપ્શનની સરખામણી કરી નિર્ણય પણ લઇ શકીએ તેમ થયું છે. > રૂપેશતલસાણિયા, નોકરિયાત,શેતલબેનતલસાણિયા

સાઇટ કરતાં વધારે માિહતી એક્સ્પોમાં મળી

^એક્સપોના આયોજનને કારણે અમને એક જગ્યા પર શહેરના તમામ વિસ્તારોમાં વિવિધ પ્રાઇઝમાં વિવિધ લોકેશન પર વિવિધતા સાથેના મકાનો જોવા મળ્યાં. સ્પોટ પર જઇને જેટલી જાણકારી મળે તેનાથી વધુ જાણકારી અમને એક્સ્પોમાં મળી ગઇ.> હિરલમહેતા, બિઝનસમેન. શ્વેતામહેતા, આર્કિટેક્ટ

દિવ્ય ભાસ્કર દ્વારા શહેરની સૂર્યા પેલેસ હોટલ ખાતે આયોજિત બે દિવસીય રિયલ એસ્ટેટ એક્સ્પોમાં રવિવારે મુલાકાતીઓનો ભારે ધસારો રહ્યો હતો. મુલાકાતીઓને પસંદગીના ઘરની માહિતી મેળવી હતી.

સારી માહિતી મળતા પસંદગીની સ્પષ્ટતા થઇ : મુલાકાતીઓનો સૂર

દિવ્ય ભાસ્કર આયોજિત બે દિવસીય એકસ્પોનું સમાપન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો