તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લેસન અંગે ઠપકાના ડરથી છાત્ર ઘેરથી ભાગી ગયો હતો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લેસન અંગે ઠપકાના ડરથી છાત્ર ઘેરથી ભાગી ગયો હતો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાનજીક આવેલ દશરથ ગામના બાળકને લેસન અંગે ઠપકો મળવાની બીકે તે ઘેરથી નીકળી સોમનાથ જવાની ફિરાકમાં હતો તે સમયે રેલવે પોલીસે તેની પૂછપરછ કરી સહીસલામત ઘેર પહોંચાડ્યો હતો.જેના પગલે તેના વાલીઓને રાહત થઈ હતી.તેના પરિવાર જનો બાળકના અપહરણની ફરિયાદ નોંધાવવા જતાં તે સમયે પોલીસ બાળકને લઈ ઘેર પહોંચતાં ગામવાસીઓ ચોંકી ઊઠ્યા હતા.

દશરથમાં માસા-માસીને ત્યાં રહેતો તેર વર્ષીય વિદ્યાર્થી સ્થાનિક શાળામાં ભણે છે.ધો- 8માં ભણતા બાળકને લેસન અંગે વારંવાર ઠપકો મળતો હતો.વારંવાર લેસન કરવાથી ટીચરે વાલીને લઈને આવવા માટે બાળકને કહ્યું હતું. જેથી બાળક મૂંઝાઈ ગયો હતો.કારણ કે જો વાલી એટલે કે માસાને કહે તો પોલ પકડાઈ જાય.જેથી મૂંઝવણમાં મુકાયેલ બાળક શાળાના દફતર સાથે ઘેર જવાના બદલે વડોદરા આવી ગયો હતો.વડોદરા શહેરમાં આવી તે વિશ્વામિત્રી રેલવે સ્ટેશને પહોંચ્યો હતો.બીજી બાજુ બાળકના માસાએ બાળકની શોધખોળ શરૂ કરી હતી.ભાણેજનો રાત સુધી પત્તો લાગતાં માસાએ છાણી પોલીસ મથકે ગુમ થવા અંગેની અરજી આપી હતી.

ગુમ થયાના બીજા દિવસે એક વિદ્યાર્થી જેવાે બાળક વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.- 2,3 પર મળી આવ્યો હતો.પોરબંદર તરફ જતી ટ્રેનમાં જવા તે ગાડીની રાહ જોઈ રહ્યો હતો.આ સમયે રેલવે એસઓજી ટીમના સ્ટાફે બાળકને એકલો જોતાં તેને પૂછ્યું હતું કે તારે ક્યાં જવું છેω ત્યારે બાળકે કહ્યું હતું કે મારે સોમનાથ જવું છે. પછી એસઓજીએ પૂછ્યું હતું કે ‘તારાં મમ્મી પપ્પા નથી અંગેનો જવાબ બાળક આપી શકતાં પોલીસની શંકા વધુ પ્રબળ બની હતી.એસઓજી ટીમે ઓફિસમાં લઈ જઈ બાળકની પૂછપરછ કરતાં સચ્ચાઈ સામે આવી હતી.ઘેરથી ભાગી તે સોમનાથ જવા માંગતો હોવાની વાત બહાર આવી હતી.

વાલી ફરિયાદ કરે તે પહેલાં પોલીસે ઘેર પહોંચાડ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો