તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તો બુટા ચંૂટણી બહિષ્કાર કરશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીમાંએબીવીપી અને એનએસયુઆઇ વચ્ચે થયેલી મારામારીની ઘટના બાદ પણ યુનિ.ના સત્તાધીશોએ કસૂરવાર સામે પોલીસ ફરિયાદ કરતાં આજે બુટાએ તેની સામે સખ્ત વાંધો ઉઠાવીને ઘટનામાં સંડોવાયેલા છાત્રો સામે પગલાં ભરવાની માંગ કરી હતી. જો પગલાં નહીં ભરાય તો 3જી સપ્ટે. રોજ વિદ્યાર્થી સંઘની યોજાનાર ચૂંટણીમાં બુટા દ્વારા બહિષ્કાર કરાશે તેવી ચીમકીથી યુનિ.ના સત્તાધીશોમાં સન્નાટો છવાયો હતો.

ગઇકાલે કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ ફેકલ્ટી ખાતે ચૂંટણીનો પ્રચાર કરવાના મુદ્દે એબીવીપી-એનએસયુઆઇ વચ્ચે છૂટા હાથની મારામારી બાદ થયેલી હિંસક અથડામણના પગલે ત્રણ વિદ્યાર્થીઓ ઘવાયા હતા. મારામારીમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ સીસીટીવી કેમેરામાં દેખાયા હોવા છતાં પણ ફેકલ્ટી કક્ષાએ તથા યુનિ.ના સત્તાધીશો દ્વારા કોઇ પગલાં નહીં લેવાતાં બરોડા યુનિવર્સિટી ટીચર્સ એસોસીએશન (બુટા) દ્વારા યુનિ.ના વીસી પ્રો. પરિમલ વ્યાસને ઇ-મેલ મોકલીને સીસીટીવી કેમેરા કાર્યરત કરવા તેમજ ઘટનામાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે કડકમાં કડકમાં પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો