• Gujarati News
  • National
  • BoB ઉચાપત કેસમાં બે બિઝનેસમેનની ED દ્વારા ધરપકડ

BoB ઉચાપત કેસમાં બે બિઝનેસમેનની ED દ્વારા ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેન્કઓફ બરોડાના રૂપિયા 6000 કરોડના નાણાં ઉચાપત કેસમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) દ્વારા બે બિઝનેસમેનની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મનમોહનસિંહ અને ગગનદીપસિંહ નામના બે જણાની મંગળવારે પ્રિવેશન્સ ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ધરપકડ કરવામાં આવી છે. બંને જણાએ દિલ્હીમાં બીઓબીની અશોકવિહાર શાખામાંથી માત્ર ચોપડે નોંધાયેલી શંકાસ્પદ કંપનીના ખાતાંઓમાંથી રૂપિયા 300 કરોડ વિદેશમાં મોકલ્યા હતા. કેસ ગત વર્ષે સામે આવ્યો હતો અને સીબીઆઈ તેમજ ઈડી બંને દ્વારા તેમાં તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...