• Gujarati News
  • National
  • ખેલૈયાઓ શોપિંગ અને ટ્રીટમેન્ટ પાછળ ~1 લાખ સુધીનો ખર્ચ કરે છે

ખેલૈયાઓ શોપિંગ અને ટ્રીટમેન્ટ પાછળ ~1 લાખ સુધીનો ખર્ચ કરે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિફોર-આફ્ટર સ્પા-બ્યુટીપાર્લર પેકેજ

બિફોરનવરાત્રિ સ્ટ્રેન્થ માટે તથા આફ્ટર નવરાત્રિ પેઇનલેસ સ્પા પેકેજીસ અસ્તિત્વમાં આવ્યા છે. બિફોર નવરાત્રિ સ્ટ્રેન્થ માટે મસાજ, ચહેરો તથા બેકની સુંદરતા માટે વ્હાઇટનીંગ-સીલ્વર પેક અસ્તિત્વમાં આવ્યા છે. નવરાત્રી સમયે ખેલૈયાંઓ રોજ બ્યુટી પાર્લરમાં તૈયાર થવા પણ જાય છે. જ્યારે નવરાત્રિ પુરી થયા બાદ પેઇનલેસ થવા માટે આફ્ટર નવરાત્રિ સ્પા પેકેજ અસ્તિત્વમાં આવ્યા છે. સમગ્ર પેકેજનો ખર્ચ 10 હજારથી 30 હજાર જેટલો થતો હોવાનું સ્પા સંચાલકે જણાવ્યું છે.

} રાગીણી શાહ

નવરાત્રિમાં કોસ્ચ્યુમ, ઓર્નામેન્ટ્સ, મેક-અપ, સ્પા, હેર ટ્રીટમેન્ટ, ટેટુ દ્વારા તૈયાર થવા માટે તેની હજારો વેરાયટી ઉપલબ્ધ થઇ છે. ખેલૈયાંઓ પોતાના સુઝ અને પસંદ પ્રમાણે તેનો પ્રયોગ કરે છે. નવરાત્રિના 10 દિવસ સાથે બિફોર અને આફ્ટર ટાઇમ પાછળ વડોદરાના ખેલૈયાંઓ ~20,000 થી 1 લાખ સુધીનો ખર્ચ કરે છે. } રાગીણી શાહ, ક્લાસીકલ, ફોક એન્ડ વેસ્ટર્ન ડાન્સ એક્સપર્ટ

નવરાત્રિ અનેકવિધ રંગો સાથે ફેશનના રંગોમાં રંગાયો છે. અત્યાર સુધી પરંપરાગત વેશ, ઘરેણાં અને મેક-અપ દ્વારા સજતા ખેલૈયાંઓ છેલ્લા કેટલાંક વર્ષોથી ટ્રેન્ડી બન્યાં છે. ખેલૈયાંઓએ ટ્રેન્ડને પરંપરા સાથે જોડી નવતર પ્રયોગો સાથે ગરબાના મેદાનમાં ઉતરવાનું શરૂ કર્યું છે. સમયાંતરે મેકઓવરના ઉપકરણોમાં આવેલા પરિવર્તનને લીધે ખેલૈયાંઓ પાસે એક્સ્ટ્રા ઓર્ડિનરી વિકલ્પો ઉપલબ્ધ થયા છે. જેથી નવરાત્રિના બજેટમાં પણ ધરખમ વધારો થયો છે. ખેલૈયાંઓ શોપિંગ અને ટ્રીટમેન્ટ પાછળ રૂ. 1 લાખ સુધીનો ખર્ચ કરે છે. ઇકોનોમીથી એક્ઝીક્યુટીવ ક્લાસ તરફ જઇ રહેલા વડોદરામાં નવરાત્રીએ પરંપરાઓ અને ટ્રેન્ડ વચ્ચે સમન્વય સાધ્યો છે.

ઓર્નામેન્ટ્સમાં નવી ડિઝાઇન સાથે અન્ય વિકલ્પો

સ્ટોનનાહેવી સેટ, મોતી જેવા ક્રિસ્ટલ્સના સેટ સાથે ખાસ કરીને અંબોડામાં અવનવી સ્ટીકનું ચલન 2016ની નવરાત્રિ માટે વધ્યું છે. સાથે વિવિધ પ્રકારના ટિક્કા, ગળાનો કોલર, બાજુબંધ, મોટા કંદોરા જેવા ઓર્નામેન્ટ્સનો પ્રયોગ પણ વધ્યો છે. ગત વર્ષોની સરખામણીએ ડિઝાઇનના નવા વિકલ્પો સાથે આવ્યા છે.

ફ્લાવરની ડિઝાઇન વાળી ચણિયાચોળી પહેલી પસંદ

2016માંખેલૈયાંઓ ફ્લાવરની ડીઝાઇન વાળી ચણીયાચોળી જેમાં ખાસ કરીને ડાર્ક પીંક, ફ્લોરોશન ગ્રીન કલર ધારણ કરશે. ટ્રેન્ડમાં રામલીલાના ચણીયાચોળીમાં ન્યુ ડિઝાઇનર લુક પણ અસ્તિત્વમાં આવ્યું છે. ખાસ કરીને શીફોન તથા લુઝ મટીરીયલના ચણીયાચોળી ખેલૈયાંઓ પસંદ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...