• Gujarati News
  • National
  • ખેલ મહાકુંભમાં રમતવીરોની 1,66,000 એન્ટ્રીની અરજી આવી

ખેલ મહાકુંભમાં રમતવીરોની 1,66,000 એન્ટ્રીની અરજી આવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાશહેર જિલ્લામાં ખેલ મહાકુંભનું આયોજન થઈ રહયું છે ત્યારે ‌વખતે વડોદરા ગ્રામ્યમાં ખેલાડીઓની વધારે એન્ટ્રીઓ ગઈ વખતની જેમ વધુ આવતા આયોજકોમાં આનંદ વ્યાપ્યો છે. જિલ્લા સતાધીશોએ ખેલકૂદ વિભાગને અંદાજે બે લાખ ખેલાડીઓનું લક્ષ્યાંક આપવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વખતે 30મી સપ્ટેમ્બર સુધી એન્ટ્રીઓ સ્વીકારમાં આવશે.સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ`અત્યાર સુધી વડોદરા ગ્રામ્ય માં 100486 અને વડોદરા શહેરમાં 65,686 જેટલી એન્ટ્રીઓ આવી છે.ગયા વરસે 86000 જેટલી એન્ટ્રીઓ આવી હતી. આમ વડોદરા શહેર જિલ્લામાં કુલ અત્યાર સુધી 166000 જેટલી એન્ટ્રીઓ આવેલી છે. જિલ્લા ખેલકૂદ અધિકારી એન.એસ.અસારીએ જણાવ્યું હતું કે‘ખેલ મહાકુંભમાં બહોળી સંખ્યામાં સ્પર્ધકો ભાગ લે તેવા ઉમદા હેતુથી ચાલુ વરસે પ્રાથમીક શાળા કક્ષાએ અંડર 9,11 ,14 અને 17 વરસથી નીચેની વયના તેમજ 17 ,40 અને 60 વરસની ઉપરના ખેલાડીઓ માટે જૂથની શાળા કક્ષાએ અને ત્યારબાદ તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ તબક્કાવાર કુલ 30 રમતો કુલ 7 વય ગૃપમાં મહાકુંભ યોજાશે. દરેક રમત રમાય તે માટે લાયકાત ધરાવતાં રેફરી, કોચ વગેરેની નિયુકતી કરાઈ છે. ખેલ મહાકુંભ અંગેની વડોદરા ગ્રામ્ય કમીટીના અધ્યક્ષ પદે વડોદરા જિલ્લાકલેકટર લોચન સહેરા અને ઉપાધ્યક્ષ તરીકે જિલ્લા વિકાસ અધિકારી ડો.સોેરભ પારઘીને નિયુકત કરાયા છે.

30મી સપ્ટેમ્બર સુધી એન્ટ્રીઓ સ્વીકારવામાં આવશે

િજલ્લા સત્તાધીશોનો બે લાખ ખેલાડીઓનો લક્ષ્યાંક

અન્ય સમાચારો પણ છે...