• Gujarati News
  • National
  • યુનિ.માં ડેન્ગ્યુને નાથવા હોસ્ટેલના છાત્રો માટે મેડિકલ કેમ્પ યોજાયો

યુનિ.માં ડેન્ગ્યુને નાથવા હોસ્ટેલના છાત્રો માટે મેડિકલ કેમ્પ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

મહારાજાસયાજીરાવ યુનિવર્સિટી કેમ્પસમાં ડેન્ગ્યુએ માઝા મુકી છે. ગત એક માસમાં 20થી વધુ વિદ્યાર્થીઓ ડેન્ગ્યુનો શિકાર થયા છે. ત્યારે કેમ્પસમાંથી ડેન્ગ્યુને નાથવા તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સાથે વિદ્યાર્થીનેતાઓ દ્વારા પણ પ્રયાસો આદરવામાં આવ્યા છે.

રવિવારે વિદ્યાર્થીસંઘના યુજીએસ, વીપી તથા એફઆર દ્વારા યુનિયન પેવેલીયન ખાતે ડેન્ગ્યુ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે અન્ય મેડિકલ ચેક-અપ તથા અવેરનેસ માટે લેક્ચરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. રવિવારે ભારે વરસાદને કારણે સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધી રાખવામાં આવેલ કેમ્પમાં હોસ્ટેલ સિવાયના વિદ્યાર્થીઓને આવવામાં તકલીફ પડી હતી.

જો કે હોસ્ટેલના વિદ્યાર્થીઓ સહિત કેમ્પસમાં રહેતાં યુનિ.ના કર્મચારીઓએ કેમ્પનો લાભ લીધો હતો તથા ડેન્ગ્યુને દુર રાખવાની તલસ્પર્શી માહીતી પ્રાપ્ત કરી હતી. હોસ્ટેલ કેમ્પસના 100થી વધુ વિદ્યાર્થીઓ સહિત યુનિ.ના કર્મચારીઓએ પણ મેડિકલ ચેક-અપ કેમ્પમાં ભાગ લીધો હતો. જ્યારે શહેરના વિવિધ સ્પેશીયાલીટી ધરાવતા ડોક્ટર્સ પણ કેમ્પમાં હાજર રહ્યા હતાં.

મ.સ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં ડેન્ગ્યુના કેસો વધતાં વિદ્યાર્થીઓનાં સ્વાસ્થ્ય માટે થઇને પેવેલિયન ખાતે મેડિકલ ચેક અપ કેમ્પનું આયોજન કરાયું હતું.

યુનિ. કર્મચારીઓએ પણ મેડિકલ ચેક-અપ કરાવ્યું

એક માસમાં 20 થી વધુ વિદ્યાર્થીઓ ડેન્ગ્યુની ઝપેટમાં

અન્ય સમાચારો પણ છે...