• Gujarati News
  • National
  • પેન્સનર્સના પ્રશ્નો માટે ખેલમંત્રી મદદરૂપ બનશે

પેન્સનર્સના પ્રશ્નો માટે ખેલમંત્રી મદદરૂપ બનશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતરાજ્ય નિવૃત્ત કર્મચારી મંડળની સુવર્ણ જયંતીની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગુજરાતના ખેલ રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ નિવૃત્તિ વેતનભોગીઓ વડીલોના રૂપમાં વાત્સલ્ય અને અનુભવોના સમન્વયથી બાળ પેઢીને માર્ગદર્શક બને તેવો અનુરોધ કરી પેન્સનર્સના પ્રશ્નોના નિરાકરણમાં મદદરૂપ બનવાની તત્પરતા દર્શાવી હતી.

માણસ નિવૃત્ત થાય છે પરંતુ તેની વૈચારિક પ્રવૃત્તિશીલતા અકબંધ રહે છે એવી લાગણી વ્યક્ત કરતાં ખેલ રાજ્યમંત્રીએ નિવૃત્તોને વડીલ ભાવે સમાજ માટે સમય ફાળવવા જણાવ્યું હતું. જિલ્લા પેન્શન કચેરી અધિકારી ઉપાધ્યાયે જે વડીલોને આધાર કાર્ડ કઢાવી તેની નકલ, નામ, પી.પી.ઓ. બેંક ખાતા નંબર સાથે તિજોરી કચેરીના ડ્રોપ બોક્સમાં જમા કરાવવાનો અનુરોધ કર્યો હતો. ૯૫ વર્ષના પડાવે પણ તંદુરસ્તી જાળવી રાખનારા પેન્શનર વડીલનું તેમજ તિજોરી કચેરીના કર્મચારીનું સન્માન કરાયું હતું. મંડળના પદાધિકારીઓ મણિભાઇ સુથાર, હર્ષદ શાહ, દિનકર પટેલ, ધનજીભાઇ, બી.કે.વ્યાસ તથા પેન્શનર્સ હાજર રહ્યા હતા.

નિવૃત્ત કર્મચારી મંડળની સુવર્ણ જયંતી ઉજવાઈ

નિવૃત્તોને સમાજ માટે સમય ફાળવવા અનુરોધ

અન્ય સમાચારો પણ છે...