તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 90 % ભારતીયોમાં જરૂરિયાત કરતાં ઓછું પ્રોટીન જોવા મળ્યું

90 % ભારતીયોમાં જરૂરિયાત કરતાં ઓછું પ્રોટીન જોવા મળ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતમાંઆહારના પ્રમાણમાં પ્રોટીનનું પ્રમાણ ઘટ્યાનું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલના તાજેતરમાં થયેલા રિસર્ચમાં જણાયું હતું. અત્યંત વ્યસ્ત જીવન શૈલી અને આહારની ખરાબ ટેવ પ્રોટીનનું પ્રમાણ ઘટ્યાનું જણાયું હતું.અંદાજિત 90 ટકા ભારતીયોમાં જરૂરિયાત કરતાં ઓછું જોવાં મળ્યું હતું. શરીરનું યોગ્ય સંચાલન કરવા જરૂરિયાત અંગે લોકોને જાગૃત કરવાની જરૂર પર ભાર મૂકવામાં આવ્યો હતો.

શરીરને સંતુલિત રાખવા સાથે વ્યક્તિના આહારમાં દૂધ ,શાકભાજી અને ચીઝ પનીર જેવો આહાર જરૂરી છે. ત્યારે બદલાતી જીવન પદ્ધિતિને પગલે પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળી શકતું નથી. પ્રોટીન સપ્લીમેન્ટ ઊણપને પૂરી શકે છે. શરીરમાં પ્રતિ કિલો વજનમાં એક ગ્રામ પ્રોટીન આહારમાં જરૂરી છે. 60 કિલો વજન ધરાવતી વ્યક્તિને અંદાજે 60 ગ્રામ પ્રોટીન રોજ આહારમાં જરૂરી છે. પ્રોટીન સપ્લિમેન્ટ પસંદગી કરતી વખતે બધા નવ એસિડ પૂરા પાડે તેવું સપ્લિમેન્ટ પસંદ કરવું જરૂરી બને છે.

ખરતા વાળ મોટી સમસ્યા છે. ત્યારે તબીબી અભિપ્રાય મુજબ વધતી વય વારસાગત લક્ષણો અને ખામી સાથે અનિયમિત આહાર ખરતા વાળનું કારણ છે. જ્યારે આહારમાં પ્રોટીનની ઊણપ વાળની આંતરિક મજબૂતી અને લચીલાપણા પર અસર કરે છે.

ખરતા વાળ પ્રોટીન ઊણપનું મુખ્ય કારણ

વજન અનુસાર પ્રતિકિલોએ 1 ગ્રામ પ્રોટીન હોવું જરૂરી છે

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ દ્વારા રિસર્ચ કરાયું

અન્ય સમાચારો પણ છે...