તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • PM મોદી સામાજિક સુધારક છે પરંતુ કેટલાક નેતાઓના કારણે છબી ખરડાય છે: જોગેન ચૌધરી

PM મોદી સામાજિક સુધારક છે પરંતુ કેટલાક નેતાઓના કારણે છબી ખરડાય છે: જોગેન ચૌધરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંયોજાયેલા બંગાળી એકટર સૌમિત્ર ચેટર્જીના આર્ટ એક્ઝિબિશનના ઉદઘાટનમાં જાણીતા ચિત્રકાર અને રાજ્યસભામાં તૃણમૂલ કોંગ્રેસના નોમિનેટડ સાંસદ સભ્ય જોગેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. એક વાતચીતમાં તેમણે પત્રકારો સાથે રાજ્ય સભામાં જોડાવા માટેનો તેમનું લક્ષ્ય, દેશની રાજનીતિ તેમજ પીએમ મોદી વિશે ચર્ચા કરી હતી.તેમણે જણાવ્યું હતું કે પીએમ મોદી ટ્રેડિશનલ રાજનેતાઓથી અલગ છે અને તેમની પાસે અનેક ક્રિયેટિવ વિચારો છે. મારા મતે તેઓ સોશિયલ રિફોર્મર પણ છે પરંતુ તેઓ વિચારોનું અમલીકરણ નથી કરાવી રહ્યા. હાલની સ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે તેમની પાર્ટીના કેટલાક નેતાઓના કારણે તેમની ઇમેજ પણ ખરડાઇ રહી છે.હું રાજનીતિ સાથે સક્રિય રીતે નથી સંકળાયેલો, રાજ્યસભામાં જોડાવાનો મારો હેતુ સોશિયલ રિફોર્મ લાવવાનો છે.પીએમ મોદીમાં પણ મને બાબત દેખાય છે. તેમનામાં બીજા નેતાઓથી અલગ ગુણ છે પરંતુ નેકસ્ટ ઇલેકશનમાં સ્થિતિ બદલાઇ શકે છે અને મારા મતે ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરીથી નહીં બને.

કલ્ચરલ પ્રવૃતિઓ માટેના ફંડમાં 50% કાપ મુકાયો

જોગેનચૌધરીએજણાવ્યું હતું કે મે રાજ્યસભામાં ત્રણ વખત સ્પીચ આપી છે જેમાં એક મુદ્દો સરકારના કલ્ચરલ પ્રવૃત્તિઓ માટેના બજેટમાં 50 ટકાના ઘટાડાનો હતો. વિશ્વનો કોઇ પણ દેશ સંસ્કૃતિ વગર અધૂરો છે અને આપણા દેશમાં જો તેને સાઇડ લાઇન કરવામાં આવે તો તે સારી બાબત નથી વાતને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...