- Gujarati News
- ધો.10માં ગુણવત્તા સુધારવા માટે વિશેષ કવાયત હાથ ધરાશે
ધો.10માં ગુણવત્તા સુધારવા માટે વિશેષ કવાયત હાથ ધરાશે
ચાલુવર્ષે ધો.10માં ગણિત વિષયના નબળા આવેલા પરિણામ તથા ગ્રામ્ય વિસ્તારમાં સતત ઘટી રહેલા પરિણામના સંદર્ભમાં શહેર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ગ્રામ્ય વિસ્તાર અને શહેર વિસ્તારની માધ્યમિક શાળાઓનાં આચાર્ય સાથે બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં આજે એમ.એસ.યુનિવર્સિટીમાં આવેલી યુનિ. એક્સપરિમેન્ટલ સ્કૂલમાં શહેરનાં આચાર્યની બેઠક યોજાઇ હતી.
જેમાં ધો.10માં ગણિતના નબળા પરિણામ તથા શાળાઓના સતત ઘટી રહેલા પરિણામ સંદર્ભે ચર્ચા કરાઇ હતી. બેઠકમાં ખાસ કરીને આચાર્યે શિક્ષણના કથળતા સ્તર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આચાર્યે શિક્ષણની ગુણવત્તા સુધારવાના સંદર્ભે વિશેષ અભિયાન હાથ ધરવું જોઇએ તેવી માગ કરતાં શહેર ડીઇઓ દ્વારા આગામી દિવસોમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા તથા સ્તર સુધારવા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવાની ખાતરી આપી હતી.