વર્કશોપ વિશે...

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્કશોપ વિશે...

આગામી20મી ઓગસ્ટે નવરચના યુનિવર્સિટીમાં અમેિરકન યુનિવર્સિટીમાં વર્કશોપ્સનું આયોજન કરાયું છે. વર્કશોપ્સમાં અમેરિકાની 14 યુુનિવર્સિટીઝના પ્રતિનિધિઅો ભાગ લેશે. કાર્યક્રમનો હેતુ અમેરિકાની યુુનિવર્સિટીઓ વિશે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને માહિતી આપવાનો છે. કાર્યક્રમમાં પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને અમેરિકાની યુુનિવર્સિટીઝના એડમિશન ઓફિસર્સ સાથે વાતચીત કરવાની તક મળશે.

new facility

હવે USમાં ભણવા માટેની SAT

એક્ઝામ વડોદરામાં લેવાશે

} નવરચના યુનિવર્સિટીમાં 20મી ઓગસ્ટે યુ.એસ.ની 14 યુનિવર્સિટીઝના પ્રતિનિધિઓ આવશે.

એજ્યુકેશન રિપોર્ટર }હવે યુ.એસ.એની કોલેજિસમાં એડમિશન માટે જરૂરી સેટ એકઝામ અને પ્રિ-સેટ એકઝામ આપવા માટે વડોદરાના ઉમેદવારોને અમદાવાદ જવાની જરૂર પડશે નહીં. તાજેતરમાં નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલને પ્રિ-સેટ અને સેટ એકઝામ લેવાની મંજૂરી આપવામાં આવી છે.

અત્યાર સુધી નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલમાં છેલ્લા ત્રણ વર્ષથી અમેરિકન કોલેજ ટેસ્ટ લેવાતી હતી. હવે નવી મંજૂરી મળતાં અમેરિકામાં એન્ટ્રી લેવાની ટફ એક્ઝામ આપવા અમદાવાદ કે મુંબઇ સુધી જવું પડશે નહીં.

અન્ય સમાચારો પણ છે...