તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધામાં વધારો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાથમાંજન્મ મરણની નોંધણીનું ફોર્મ,ડોક્ટરી સર્ટિફિકેટ લઇને લાંબી લાઇન.. દૃશ્ય દરરોજ જન્મ મરણ નોંધણી કચેરીમાં અચૂક જોવા મળે જ..આ લાંબી લાઇનની કડાકૂટમાંથી નાગરિકોને મુક્તિ મળી રહે તે માટેનો તખ્તો ગોઠવાઇ રહ્યો છે અને ટૂંક સમયમાં નાગરિકોને ઓનલાઇન બંને દાખલા મળી રહે તે માટેની સત્તાવાર જાહેરાત કરવામાં આવનાર છે.

16 લાખની જનસંખ્યા ધરાવતા વડોદરા શહેરમાં દર વર્ષે સરેરાશ 30 હજાર બર્થ સર્ટિફિકેટ અને 10 હજાર ડેથ સર્ટિફિકેટ સેવાસદન તરફથી ઇશ્યૂ કરવામાં આવે છે. હાલમાં, દરરોજ 120 જન્મના અને 40 મૃત્યુના દાખલા આપવામાં આવી રહ્યા છે. જન્મ મરણની નોંધણી બદામડી બાગ ખાતેની જન્મ મરણ નોંધણીની કચેરી તેમજ વોર્ડ કચેરીમાં પણ થઇ શકે છે. પરંતુ, મોટા ભાગે નાગરિકો બદામડી બાગ ખાતે નોંધણી કરાવવાનું મુનાસિબ માને છે.

હાલમાં, જન્મ મરણ નોંધણી માટે નાગરિકોએ ડોક્ટરી સર્ટિફિકેટ લેવું પડે છે અને તેના આધારે સેવાસદનની કચેરીમાં જઇને સંબંધિત ફોર્મ ભરીને નોંધણી પ્રક્રિયા કરવી પડે છે. ફોર્મ ભરીને આપ્યા બાદ સર્ટિફિકેટ લેવા માટે ફરીથી ધક્કો ખાવો પડે છે. બે ધક્કામાં નાગરિકોને જન્મ મરણનો દાખલો મળે છે ત્યારે સેવાસદને નાગરિકલક્ષી અભિગમ દાખવીને નાગરિકોને કચેરીમાં ગયા વગર ઓનલાઇન દાખલો મળી રહે અથવા કુરિયર મારફતે દાખલો મળી રહે તેવી વ્યવસ્થાની દિશામાં કામગીરી હાથ પર લીધી છે.

જે અંતર્ગત, સેવાસદનના આરોગ્ય વિભાગે જન્મ મરણ નોંધણી કચેરીને સંબંધિત હોસ્પિટલ સાથે સંકલન કરીને ખાસ કરીને દાખલાની પ્રક્રિયા સરળ કરવાની કાર્યવાહી હાથ પર લીધી છે અને તેના આધારે ઓનલાઇન સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવશે અથવા તેના આધારે નાગરિકોને ઘરે બેઠાં દાખલો પહોંચતો કરવામાં આવશે. અલબત્ત, બે વિકલ્પમાથી એક વિકલ્પની પસંદ કરી તેની સત્તાવાર જાહેરાત માટે સેવાસદન તરફથી મુહૂર્તની વાટ જોવામાં આવી રહી છે. હવે સુવિધાના કારણે નાગરિકોને મોટો લાભ થશે અને કચેરીઓના ધરમ ધક્કા ઘટી જશે.

16 લાખશહેરની વસતી

30હજારદર વર્ષે સરેરાશ જન્મ

10હજારદર વર્ષે સરેરાશ મૃત્યુ

અંતિમ તબક્કામાં કામગીરી થઈ રહી છે

^જન્મ મરણની નોંધણી માટે નાગરિકોને ઘરે બેઠાં સુવિધા મળી રહે તે માટેની કામગીરીને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે અને તેનો પ્રોસેસ અંતિમ તબક્કામાં છે.આ પ્લાનિંગ તૈયાર છે અને હવે માત્ર ગ્રીન સિગનલની વાટ જોવાઇ રહી છે.’’ > ડો.દેવેશપટેલ, મુખ્યઆરોગ્ય અમલદાર, સેવાસદન

હવે જન્મ મરણનો દાખલો ઓનલાઈન મ‌ળી શકશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો