તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સિક્યુરિટી OSDની મનમાનીથી ત્રસ્ત સુપરવાઇઝરનું રાજીનામું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિક્યુરિટી OSDની મનમાનીથી ત્રસ્ત સુપરવાઇઝરનું રાજીનામું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
યુિન.માં છાશવારે હિંસક ઘર્ષણ કેમ? કમિટી નિમાઇ

એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીમાંત્રીજીએ યોજાનાર વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં પ્રચારના મુદ્દે શનિવારે એબીવીપી અને એનએસયુઆઇના કાર્યકર્તાઓ વચ્ચે બે ફેકલ્ટીમાં થયેલી હિંસક મારામારીના પગલે યુનિ.ના સત્તાધીશોએ કમિટીની રચના કરીને તપાસ સોંપી છે. બીજી બાજુ કેમ્પસમાં મારામારીની ઘટનામાં સંડોવાયેલા વિદ્યાર્થી કાર્યકર્તાઓ સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનો નિર્ણય લીધો છે.

3 સપ્ટેમ્બરના રોજ યોજાનાર વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટેનો ધમધમાટ તમામ વિદ્યાર્થી સંગઠનો દ્વારા શરૂ કરાયો છે. શનિવારે કોમર્સ ફેકલ્ટી, આર્ટ્સ અને સાયન્સ ફેકલ્ટી ખાતે પ્રચાર માટે નીકળેલા એબીવીપીના ગ્રૂપના કાર્યકર્તાઓ સાથે એનએસયુઆઇના કાર્યકર્તાઓ સાથે પ્રચાર નહીં કરવા દેવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી બાદ છૂટા હાથની મારામારી હિંસક ઘટનામાં ફેરવાઇ જતાં ભારે હોબાળો મચી ગયો હતો. એમાંય એનએસયુઆઇના કાર્યકર્તાએ ખુરશી ઉછાળતાં એબીવીપીના વિદ્યાર્થી મોહિત રાજાવતને માથા પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. તો બીજી બાજુ એબીવીપીના કાર્યકર્તાઓએ એનએસયુઆઇ દ્વારા સાયન્સમાં પાઇપ વડે હુમલો થતાં વળતો હુમલો કરતાં એનએસયુઆઇના બે વિદ્યાર્થીઓ વ્રજ પટેલ અને રાકેશ પંજાબીને હાથમાં ઇજા થઇ હતી. હિંસક મારામારીની ઉપરા છાપરી બે ઘટનાઓને પગલે યુનિ.ના શૈક્ષણિક જગતમાં પણ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇને ભારે હોબાળો મચ્યો હતો. ભારે હોબાળા વચ્ચે યુનિ.ના વીસી પ્રો.પરિમલ વ્યાસે આજે તાત્કાલિક બેઠક બોલાવીને સમગ્ર ઘટનાના સંદર્ભે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનાવવાનો નિર્ણય લેવાયો હતો. કેમ્પસમાં પુન: મારામારીની ઘટના બને તે માટે પોલીસ ફરિયાદ નોંધાવવાનો વિજિલન્સને આદેશ આપ્યો છે. પ્રો. આર.સી.પટેલના કન્વીનર પદે પ્રો. રંજન ઐય્યર તથા મેમ્બર સેક્રેટરી તરીકે મયંક વ્યાસ સહિતની 3 સભ્યોની કમિટી સાત દિવસમાં રિપોર્ટ આપશે.

યુિન. કેમ્પસમાં આઇકાર્ડ વિના પ્રવેશ નહીં અપાય

યુનિ.માં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી હિંસક મારામારી વચ્ચે મળેલી બેઠકમાં યુનિ.ની વિવિધ ફેકલ્ટી, કેમ્પસ તથા હોસ્ટેલમાં આઇકાર્ડનું સઘન ચેકિંગ હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો. આઇકાર્ડ વગર કોઇને પણ પ્રવેશ આપવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને રાત્રે 11 પછી પ્રવેશ નહીં અપાય. ઉપરાંત વધારાની સિક્યુરિટી વ્યવસ્થા ગોઠવવાનો પણ નિર્ણય લેવાયો હતો. કેમ્પસમાં સુરક્ષા જાળવવા અંગે પોલીસ કમિશ્નર સાથે પણ ચર્ચા કરાઇ હતી.

મારામારી કરનાર છાત્રો સામે પોલીસ ફરિયાદ નોંધાવાશે : 3 સભ્યોની કમિટી 7 દિવસમાં રિપોર્ટ આપશે

ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે બે ફેકલ્ટીમાં થયેલી મારામારી બાદ યુનિ.ના સત્તાધીશો સફાળા જાગ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો