તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

22 સ્મશાનોનું સફાઇકામ સોંપાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાજુદા જુદા વિસ્તારોમાં આવેલાં સ્મશાનગૃહોમાં અાવેલા બગીચા તેમજ ટોઇલેટ બોકસની સફાઇ પીપીપી મોડેલથી કરવા માટે સેવાસદને ઓફર મંગાવી છે તો સિક્યુરિટી માટે પણ અલાયદી એજન્સીને કામગીરી સોંપવામાં આવનાર છે. સ્મશાનગૃહોમાં બગીચા પણ આવેલા છે અને ત્યાં પીવાના પાણીની સગવડ,ટોઇલેટ બોક્સ,સફાઇ,ગેસ ચિતા સહિતની સ્થિતિની ચકાસણી કરવા માટે નિષ્ણાાત અને અગ્રણી નાગરિકોના ગ્રૂપે સ્મશાનોની વિઝિટ કરી હતી અ્ને તેની પ્રાથમિક સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. ચિતારના આધારે ગ્રૂપે મ્યુનિસિપલ કમિશનરને રિપોર્ટ પણ કર્યો હતો. સંદર્ભમાં શહેરનાં 22 સ્મશાનગૃહોમાં જનભાગીદારીથી બગીચાની જાળવણી,ટોઇલેટ બોકસની સફાઇ કરવા માટે રસ ધરાવતી એજન્સી પાસેથી ઓફર સેવાસદને મંગાવી છે. ઓફરમાં સેવાસદને કોઇ ખર્ચ કરવાનો નથી તે નોંધનીય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો