તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 17,532 પોલીસ ભરતીમાં 10.16 લાખ ફોર્મ ભરાયાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

17,532 પોલીસ ભરતીમાં 10.16 લાખ ફોર્મ ભરાયાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતપોલીસમાં હથિયારધારી-બિન હથિયારધારી,એસઆરપી તેમજ જેલ સિપાહી સહિત 17,532 પોલીસ કોન્સ્ટેબલોની ભરતી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 જૂલાઈ 2016 સુધીમાં કુલ 10,16,902 ફોર્મ ભરાયા છે.ઓન લાઈન સહિત ભરાયેલા ફોર્મમાંથી 8,42,335 ફોર્મ કન્ફોર્મ કરવામાં આવ્યા છે.તેમાંથી પણ ડુપ્લીકેશન દૂર કરીને કુલ 7,50,000 ઉમેદવારોને લેખિત પરીક્ષા આપી શકશે.આ 7.50 લાખ ઉમેદવારોની લેખિત પરીક્ષા 23 ઓકટોબર 2016 ના રોજ યોજવાનું પ્લાનીંગ કરવામાં આવ્યુ છે.

જેના માટે ભરતી બોર્ડ દ્વારા રાજ્યના તમામ પોલીસ કમિશનર,જિલ્લાના પોલીસ વડા તેમજ રેન્જ ડીઆઈજી પાસેથી લેખિત પરીક્ષા માટે શાળા-કોલેજોની માહિતી મંગાવવામાં આવી છે.તેમાં પણ ખાસ કરીને અમદાવાદ,વડોદરા,સૂરત,રાજકોટ,જામનગર,ભાવનગર,સહિતના મોટા સેન્ટરોમાં એક સાથે હજારો ઉમેદરવાર લેખિત પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં થયેલી પોલીસ કર્મચારીઓની ભરતીમાં પહેલા ફિઝીકલ ટેસ્ટ અને ત્યારબાદ લેખિત પરીક્ષા લેવામાં આવતી હતી.પરંતુ વખતથી પરીક્ષાના ધારા ધોરણમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને પહેલા લેખિત પરીક્ષા લેવામાં આવશે.લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદરવારની ફિઝીકલ ટેસ્ટ લેવામાં આવશે.આમ કરવાથી ભરતીની પ્રક્રિયા બહુ સરળ બનશે. જ્યારે વખતથી પોલીસ કર્મચારીઓની ફિઝીકલ ટેસ્ટમાં પુરુષ અને મહિલા ઉમેદરવારો માટે દોડના ધારા ધોરણમાં ફેરફાર કરવામાં આવ્યા છે.જેમાં નિર્ધારિત સમય કરતાં ઓછી સેકન્ડમાં દોડ પૂરી કરનાર ઉમેદરવારને વધારાના માર્ક આપવામાં આવશે.

7.50 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો