તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દેશના યુવાનોએ પડકારોનો સામનો કરવો જોઈએ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશના યુવાનોએ પડકારોનો સામનો કરવો જોઈએ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
15મીઓગસ્ટની પૂર્વ સંધ્યાએ ‘ઈન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા-ઈન્ડિપેન્ડન્ટ યૂથ\\\' વિશે યુવાલયમાં પ્રિતેશ શાહના લેક્ચર દ્રારા રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્રભાવના એટલે કે, ભારતને જાણવાની, માણવાની, ભારતના બનવાની અને ભારતને બનાવવાની રસપ્રદ વાતો રજુ કરાઇ હતી. સમગ્ર વિશ્વમાં ભારત એક માત્ર દેશ છે જેની પાસે સૌથી વધુ યુવાધન છે. દેશમાં 75% જેટલું યુવાધન છે. અને એટલે સમગ્ર વિશ્વની નજર ભારત ઉપર મંડાયેલી છે. દેશના ડેવલપમેન્ટ અને સામાજિક બદલાવ માટે યૂથ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

ઈન્ડિપેન્ડન્ટ યૂથ એટલે દેશના વ્યક્તિઓ એક સહજતાથી પ્રેક્ટિકલી વિચારી અને તેના વિષેની સમસ્યાઓના નીરાકરણ માટે પોતાની ક્ષમતા અને સામર્થ્યનો ઉપયોગ કરે. આઝાદ ભારતના દરેક નાગરિકે પોતાની ફરજ અને કર્તવ્ય બજાવવા માટે પોતાના એટીટ્યુડ અને વર્તનને બદલવાની જરૂર છે. ‘દેશના યુવાઓએ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી, સામે આવનાર દરેક પડકારોનો સામનો કરવો જોઈએ.’ લેક્ચરમાં તેમણે અંબાણીની વાત યાદ કરતા જણાવ્યું કે, યંગ આન્ત્રોપ્રિન્યોરની સફળતા દેશના પરિવર્તનનું કારણ બનશે અને તેનાથી મિલિયન લોકોને ફાયદો પણ થશે.

અત્રે ઉલ્લેખનિય છે કે ઇન્ડિયા 2020નું ડ્રિમ સાચા અર્થમાં સાકાર કરવા આપણે બધાંએ મળીને પ્રયાસો કરવા પડશે.

યુવાલયમાં આયોજિત લેકચરમાં પ્રિતેશ શાહે યુવાનોને સંબોધ્યા હતા.

યુવા શક્તિથી સભર ભારત પ્રગતિના પંથે છે. આપણા માટે કોઈ પણ કાર્ય પૂર્ણ કરવું સામાન્ય વસ્તુ રહી નથી. તેથી આપણા પ્રોગ્રેસ અને દેશના જતન માટે કોઈ લિમિટ કે સમય ફિક્સ કરાયો નથી. તેથી દરેક નાગરિકે પોતાની શક્તિ એક સાચી અને સારી દિશામાં ઉપયોગી બને તે રીતે વાપરવી જોઈએ. દેશનો દરેક નાગરિક પ્રથમ રાષ્ટ્રનો વિચાર કરતો થાય જરૂરી છે.

દરેક વ્યક્તિ રાષ્ટ્ર માટે વિચારતી થાય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો