તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અલકાપુરી ગરનાળાને ટનલનું રૂપ અાપી બ્યુટિફિકેશન કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અલકાપુરી ગરનાળાને ટનલનું રૂપ અાપી બ્યુટિફિકેશન કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાપશ્ચિમ વિસ્તાર સાથે સંપર્ક ધરાવવા માટેના મહત્ત્વના અલકાપુરી રેલવે સ્ટેશનના ગરનાળાનું લોકભાગીદારીથી બ્યુટિફિકેશન અને ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે.

ઓલ્ડ સિટીથી પશ્ચિમ વિસ્તાર એટલે કે અલકાપુરી,ગોરવા,ગોત્રી,રેસકોર્સ,વાસણા રોડ,જેપી રોડ,તાંદલજા તરફ અવરજવર કરવા માટે સયાજીગંજ વિસ્તારનું રેલવે ગરનાળાનો ઉપયોગ કરવો પડે છે. ગરનાળામાંથી રોજના 4 લાખ નાગરિકો અને 1 લાખ વાહનો પસાર થાય છે. ગરનાળા પર મુંબઇ દિલ્હી વચ્ચેના રેલ વ્યવહારની મેઇન રેલ લાઇન પસાર થાય છે તે નોંધનીય છે. ભૂતકાળમાં એમ એસ યુનિવર્સિટીથી રેલવે ગરનાળા સુધી લાઇન નાંખી કેમ્પસના વરસાદી પાણીનો નિકાલ ગરનાળામાં થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને તેના કારણે બે ઇંચ વરસાદમાં પણ રેલવે ગરનાળાને અવરજવર માટે બંધ કરવાની તંત્રને ફરજ પડી રહી છે.રેલવે ગરનાળામાં બારે મહિના છત પરથી પાણી ટપકતું હોય છે અને તેની મરામત માટે દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ સેવાસદન કરી રહ્યું છે પરંતુ પરિણામ જગજાહેર છે.

તાજેતરમાં રેલવે ગરનાળાનો રસ્તો બનાવવા માટે 60 દિવસ સુધી રસ્તો બંધ રાખ્યો હતો અને તેના કારણે નાગરિકોને જેતલપુર ગરનાળાનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરવો પડ્યો હતો. સ્થિતિમાં, રેલવે અંડરપાસના બ્યુટિફિકેશન અને ડેવલપમેન્ટની દિશામાં સેવાસદને કવાયત આદરી છે. જે અંતર્ગત પીપીપી મોડેલથી રેલવે અંડરપાસનું બ્યુટિફિકેશન કરવાનું અને તેની સાથોસાથ તેના ડેવલપમેન્ટની પણ કામગીરી કરાવવામાં આવશે. કામગીરીમાં રેલવે અંડરપાસને આકર્ષક બનાવવામાં આવશે અને ટનલનો શેપ આપવામાં આવશે. કામગીરી માટે સેવાસદનની તિજોરી પર કોઇ પણ જાતનું આર્થિક ભારણ આવશે નહીં.

ઓફર આધારે જાહેરાતના રાઇટ્સ આપવામાં આવશે

રોજના 4 લાખ નાગરિકો ગરનાળાનો ઉપયોગ કરે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો