તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગાંધીનગરમાં મોટી ઓ‌ળખાણ છે, મકાન મળી જશે તેવી બડાશ હાંકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગરમાં મોટી ઓ‌ળખાણ છે, મકાન મળી જશે તેવી બડાશ હાંકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સેવાસી મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન આપવાની લાલચ આપી લોકો સાથે ઠગાઇ

શહેરનાસેવાસી ગામમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાનની લાલચ આપી લોકો પાસેથી 30,000 હજાર રુપીયા ઉઘરાવનાર બે શખ્સ સામે પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે તપાસ કરીને બંને શખ્સને ઝડપી પાડયા હતા.મારે ગાંધીનગરમાં મોટી ઓળખાણ છે અને તમારુ મકાન થઇ જશે તેમ જણાવી બંને શખ્સોએ લાભાર્થીઓ પાસેથી 30,000 રુપીયા ઉઘરાવ્યા હતા. કૌંભાંડમાં હજુ વધુ પણ લોકો છેતરાયા હોઇ શકે છે તેવી શંકા પોલીસે વ્યકત કરી હતી.

ગોત્રી પોલીસ સ્ટેશનમાં કમળાબેન રોહિતે કિરણ બાબુ માળી સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યુ હતું કે તેમને મકાનની જરુર હતી એટલે કિરણ માળીએ મકાન જોઇતુ હોય તો પહેલાં 30,000 રુપીયા ભરો અને બાકીની હું લોન કરી આપીશ તેમ જણાવ્યુ હતું. મકાનની લાલચમાં આવેલી મહિલાએે 30,000 રુપીયા આપ્યા હતા. ત્યાર બાદ મકાન માટે મહિલાએ વારંવાર કિરણને ફોન કરતાં છતાં તેને વિજયે હાથ ખંખેરી લીધા હતા. સેવાસી મકાન યોજનામાં મહિલા ઉપરાંત અનેક શખ્સોને પૈસા આપ્યા હોવાનું કમળાબેન રોહિતે પોલીસને જણાવ્યુ હતું. ગોત્રી પોલીસે મામલે કિરણ અને વિજયની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો