તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજવીના બરોડા કલેક્શનનાં 2,700 પુસ્તકો ધૂળ ખાય છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજવીના બરોડા કલેક્શનનાં 2,700 પુસ્તકો ધૂળ ખાય છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

મહારાજાસયાજીરાવ યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરી પાસે સયાજીરાવનું 2700 પુસ્તકોનું બરોડા કલેક્શન મોજુદ છે. સાથે લાઇબ્રેરીમાં 1800 જેટલાં રેર પુસ્તકો પણ છે. પુસ્તકો ત્વરિત ડિજીટાઇઝેશન ઝંખી રહ્યા છે. પુસ્તકોના ડિજીટાઇઝેશન માટે અંદાજે 54 લાખ રૂપિયાનો ખર્ચ થાય તેમ છે જેનું પ્રપોઝલ પણ બનાવી મોકલવામાં આવ્યું છે. પરંતુ ગ્રાન્ટ હજુ મળી નથી. ગ્રાન્ટની આંટીઘુંટીમાં રેર અને મહામુલા પુસ્તકો ધૂળ ખાઇ રહ્યા છે.

મહારાજા સયાજીરાવના બરોડા કલેક્શનના 2700 પુસ્તકો હંસા મહેતા લાઇબ્રેરીમાં છે. જેમાં બરોડા સ્ટેટ હતું ત્યારના રેર ફોટોગ્રાફ્સ મોજૂદ છે. સાથે પુસ્તકોમાં બરોડા સ્ટેટ જે તેના કાયદા તથા વ્યવસ્થાઓ માટે પણ વખણાતું હતું તેની પણ માહિતી છે. કલેક્શનમાં 18મી સદીના પુસ્તકો ઉપરાંત મહારાજા સયાજીરાવ દ્વારા ખરીદાયેલા અને એકત્ર કરાયેલા કેટલાંક પુસ્તકો છે. જ્યારે હંસા મહેતા લાઇબ્રેરીમાં 1800 રેર પુસ્તકો પણ ઉપલબ્ધ છે. જેમાં ધાર્મિક, આધ્યાત્મિક, પોલિટીકલ સાયનસ, હિસ્ટ્રી, સોશ્યલ સાયન્સ જેવા વિષયોના પુસ્તકો પણ છે. ઉપરાંત બરોડા સ્ટેટ હતું તે સમયના ગોલ્ડન તથા સિલ્વર એમ્બોર્સિંગ વાળા પુસ્તકો છે જે પણ ત્વરિત ડિજીટાઇઝેશન સાથે પ્રિઝર્વેશન ઝંખે છે. બાબતે લાઇબ્રેરી સત્તા દ્વારા નેશનલ મિશન ઓન મેન્યુસ્ક્રિપ્ટ્સ તથા સ્ટેટ આર્કાઇવ્ઝ વિભાગમાં ડિજીટાઇઝેશન માટેની ગ્રાંટનું 54 લાખ રૂપિયાનું પ્રપોઝલ મોકલવામાં આવ્યું છે પરંતુ કોઇ પ્રકારનો પ્રત્યુત્તર મળ્યો નથી.

યુનિ.ની હંસા મહેતા, મેમોરીયલ તથા વિવિધ ફેકલ્ટીમાં મળીને કુલ 14 લાઇબ્રેરી આવેલી છે. જેમાં કુલ 8 લાખ પુસ્તકો છે.

હંસા મહેતા લાઇબ્રેરીમાં રેર પુસ્તકો ડિજિટાઇઝેશન ઝંખે છે

અત્યાર સુધી માત્ર થીસિસનું ડિજિટાઇઝેશન

^યુનિ.નીલાઇબ્રેરીઓમાં રહેલાં 8 લાખ જેટલાં પુસ્તકો છે. એજ્યુકેશનને લગતા પુસ્તકોમાં કયા પુસ્તકોનું ડિજીટાઇઝેશન જરૂરી છે તે અંગે તેના નિષ્ણાંતો દ્વારા નક્કી કરવામાં આવે ત્યારે તેનું ડિજીટાઇઝેશન શક્ય બનશે. અત્યાર સુધી યુનિ.ની કોઇ લાઇબ્રેરીના કોઇ પ્રકારના પુસ્તકોનું ડિજીટાઇઝેશન થયું નથી. માત્ર રિસર્ચર્સના થિસીસનું ડિજીટાઇઝેશન કરવામાં આવ્યું છે. પુસ્તકોના ડિજીટાઇઝેશનમાં કોપીરાઇટ એક્ટનું પણ ધ્યાન રાખવું પડે છે. ત્યારે રેર અને વિષયગત પુસ્તકો આઇડેન્ટિફાઇ કરી ત્યારબાદ ડિજીટાઇઝેશન શક્ય બનશે. > ડો.મયંક ત્રિવેદી, યુનિ.લાઇબ્રેરીયન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો