• Gujarati News
  • National
  • મહાનગર આયોજન સમિતિના 30 સભ્યો માટે 17 ઓક્ટોબરે ચૂંટણી

મહાનગર આયોજન સમિતિના 30 સભ્યો માટે 17 ઓક્ટોબરે ચૂંટણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરામહાનગર સેવાસદન હદ વિસ્તારના વિકાસનો મુસદ્દો તૈયાર કરવાની જવાબદારી ધરાવતી વડોદરા મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટીની રચનાના ભાગરૂપે 30 બેઠક માટે તા.17 ઓકટોબરે ચૂંટણી યોજાનાર છે.

ધી ગુજરાત મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટી એક્ટ 2008(ગુજરાત એક્ટ 18 ,2008)હેઠળ મહાનગર સેવાસદનના વિસ્તારમાં વિકાસ યોજનાનો મુસદ્દો તૈયાર કરવાનો છે. જેમાં, પાણી,સહિતની પ્રાથમિક સેવા તેમજ ભૌતિક સંશાધનની વહેંચણીની બાબતને આવરી લેવાની હોય છે. માટે નિમવાની કમિટીમાં 30 થી ઓછા નહીં અને 45થી વધુ નહીં તે રીતે સભ્યોની નિયુક્તિ કરવાની રહે છે. સમિતિના અધ્યક્ષ તરીકે રાજ્ય સરકાર જે મંત્રીને જવાબદારી સોંપે તે અધ્યક્ષ રહેશે. સિવાય, જિલ્લા પંચાયતના પ્રમુખ,મેયર, વુડાના ચેરમેન, મ્યુ.કમિશનર, વુડાના મુખ્ય કારોબારી અધિકારી,જિલ્લા વિકાસ અધિકારી હોદ્દાની રૂએ સભ્ય રહેશે. ઉપરાંત, વિવિધ ક્ષેત્રના 15 તજ્જ્ઞો પણ સમિતિના સભ્ય તરીકે રહેશે.

જ્યારે, સેવાસદનના ચૂંટાયેલા 76 કાઉન્સિલરો પૈકી 30ની પસંદગી સમિતિમાં કરવાની થાય છે અને તેના માટે મતાધિકાર તમામ 76 કાઉન્સિલરો ધરાવે છે. માટેનું જાહેરનામું તા.24 ઓગસ્ટના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. મહાનગર આયોજન સમિતિના 30 સભ્યોની ચૂંટણી યોજવા માટે ચીફ ઇલેક્શન ઓથોરિટી એવા મ્યુ.કમિશનર ડો.વિનોદ રાવે મતદાનનો કાર્યક્રમ જાહેર કર્યો છે. મ્યુ.કમિશનરે મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે સયાજી હોસ્પિટલના એકિઝકયુટિવ ઓફિસર અને જમીન સુધારણા શાખાના નાયબ કલેકટરની વરણી કરી છે.

મહાનગર સેવાસદનના 76 કાઉન્સિલરો પૈકી 30 કાઉન્સિલરોની બેઠક સમિતિમાં રાખવામાં આવી છે. જે મુજબ, ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા ઇચ્છુક કાઉન્સિલરોએ તા.30મી સુધી બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારીપત્રો ભરવાના રહેશે અને તા.17મીએ ચૂંટણી યોજાશે અને તેનું મતદાન સવારે 8 ધી સાંજના પાંચ વાગ્યા સુધી રહેશે.

{ ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ : તા.30-9-2016

{ ઉમેદવારીપત્ર સ્ક્રુટિની તારીખ : તા.3 -10-2016

{ ઉમેદવારીપત્રો પાછાં ખેંચવાની છેલ્લી તારીખ : તા. 6-10-2016

{ ફાઇનલ ઉમેદવારોની યાદીની તારીખ : તા.7-10-2016

{ મતદાનની તારીખ : તા.17-10-2016

{ મતગણતરીની તારીખ : તા.18-10-2016

ચીફ ઇલેકશન ઓથોરિટી,મ્યુ.કમિશનરે કાર્યક્રમ જાહેર કર્યો

17 ઓકટોબરની ચૂંટણીનો વિસ્તૃત કાર્યક્રમ

કાઉન્સિલરો તા.30 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે

અન્ય સમાચારો પણ છે...