તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • એરપોર્ટને રાજવીનું નામ આપવા માગ

એરપોર્ટને રાજવીનું નામ આપવા માગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર|વડોદરા

શહેરમાંતાજેતરમાં મોહન ભાગવત અને દેશના રક્ષામંત્રી મનોહર પારીકર સમક્ષ વડોદરામાં નવા બનતા એરપોર્ટ બિલ્ડીંગનુ નામ સર સયાજીરાવ ગાયકવાડ રાખવા માટે રજુઆત કરવામાં આવી હતી. શહેરના રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ દ્વારા રજુઆત પત્ર લખી કરવામાં આવી હતી. તેમણે જણાંવ્યુ હતંુ કે સર સયાજીરાવ દિર્ઘદ્રષ્ટા હતા. તેમના નામ સાથે નવુ ઇન્ટરનેશનલ એરપોર્ટ જોડવુ જોઇએ.

અત્રે ઉલ્લેખનિય છે કે મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે શહેરમાં નાગરિકોની સુવિધા માટે ઐતિહાસિક ભેટ આપેલ છે. જેમાં વડનગરીના નાગરિકોને સયાજીબાગ, પ્રાણીસંગ્રહાલય, મ્યુઝિયમ, આજવા તળાવ, સયાજી હોસ્પિટલ, મ.સ.યુનિવર્સટી જેવા અનેક ઐતિહાસિક સ્થળોની સ્થાપના કરેલી છે.

અન્ય સમાચારો પણ છે...