તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક વિલન વડોદરામાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાવણનેઆપણે ખલનાયક અથવા અસૂર તરિકે જોતા આવ્યા છીએ. રાવણ પ્રકાંડ પંડિત હતો તેમ ગ્રંથો કહે છે છતાં રામાયણમાં ખરાબ પાત્ર તરિકે રાવણ આપણા વિચારોમાં છે. વડોદરમાં આજે રાત્રે એવા નાટકનું મંચન થવાનું છે, જે રાવણને દૈત્ય નહીં માણસ તરિકે રજૂ કરે છે. અતુલ કૌશીક લિખીત-દિગ્દર્શિત ‘રાવણ કી રામાયણ’માં એક્ટર પુનિત ઇસ્સર રાવણનો કિરદાર નિભાવે છે. મંચનની આગલી સાંજે દિવ્યભાસ્કર સાથે વાત કરતા અતુલ કૌશિક કહે છે, ‘આ નાટકનો હાર્દ એક સંવાદમાં છે જેમાં રાવણ રામને કહે છે - રામ, હું તારાથી પાછળ રહી ગયો તેનું એક કારણ છે કે, તારો ભાઇ લક્ષ્મણ તારી સાથે છે પરંતુ મારો ભાઇ વિભીષણ મારી પાસે નથી’.

સવાલ : નાટકમાં સૂર્પણખાને કેવીરીતે આલેખાઇ છેω રાવણના અંતનું કારણ સૂર્પણખા છે કે રામω?

જવાબ : સુર્પણખારૂપ બદલીને રામ પાસે ગઇ કારણ કે કુરુપ હતી. સૂર્પણખા રૂપ બદલીને ગઇ તે વાત લોકમુખે છે. પરંતુ રૂપ કેમ બદલ્યું તેની ચર્ચા કોઇ કરતું નથી. પુરુષ સમાજની વિચારધારા સૂર્પણખાના કિરદાર દ્વારા ઉજાગર કરી છે. પુરુષોની વિચારસરણી એવી છે કે, જે સુંદર છે તે ગુણવાન છે. સૂર્પણખા ભાવનાથી ગ્રસીત હતી. તે રામને પ્રેમ કરતી હતી. માટે રામની ખેવના પુરી પડે તે માટે રૂપ બદલ્યું હતું.

}નાટકમાં રાવણને રામ જેવો બતાવવામાં આવ્યો છેω તેના સારા પાસાં ઉજાગર કર્યાં છેω?

રામાયણમાંપણ રાવણ તેના પરિવારની નારીના અપમાન માટે લડ્યો હતો. તેણે સાચે નારીનું સન્માન કર્યું છે. રામાયણની ભિતરમાં જાવ તો ખબર પડે કે તેણે સીતાનું અપહરણ પણ સન્માન પૂર્વક કર્યું હતું. સીતાને તે કહેતો કે તારા મનમાં જ્યાં સુધી રામ છે ત્યાં સુધી હું તને અડીશ નહીં. જ્યારે રામ તારા મનમાંથી નીકળશે અને તું રાજી હોઇશ ત્યારે અડીશ. ઉપરાંત રામાયણમાં તેણે અસુરોના સન્માનની લડાઇ લડી છે. બ્રાહ્મણ અને દલિતોની જેવી લડાઇ હતી તે રીતે અસૂર અને સૂર વચ્ચેની લડાઇ હતી. પોતાની જાતીના સન્માનની લડાઇ હતી. પરંતુ તેનું ખોટું પાસું હતું કે, અહંકારમાં તે રામની શક્તિને ઓળખી શક્યો અને માટે તેનું પતન થયું. નાટકમાં રાવણને ગૌરવાન્વિત નથી કર્યો પરંતુ રામ, રાવણ, સીતા કે સૂર્પણખાના પાત્રોમાં રહેલા તથ્યોનું વહન કરવું જરૂરી છે.

}રામાયણને રાવણની નજરે જોવા પાછળનો ઉદ્દેશ્ય શું છેω?

ઉદ્દેશ્યરાવણના કેરેક્ટરને ગૌરવાન્વિત કરવાનો નથી. પરંતુ રાવણ અઢળક ગુણો ધરાવતો હોવા છતાં તેનું પતન કેમ થયું તે જાણવું અને સમાજને જણાવવાનો છે. સામાન્ય રીતે ઇતિહાસ એજ લખાવે જે જીતે છે. પરંતુ જે હાર્યો તેનો ઇતિહાસ પણ જાણવા જેવો હોય છે.

}રામાયણને રાવણના દૃષ્ટિકોણથી જોવાનો વિચાર ક્યાંથી આવ્યોω?

નાનપણથીહિસ્ટ્રી અને તેના કન્ટેન્ટને સમજવાનો પ્રયાસ કરું છું. ત્યારબાદ ધીમે ધીમે તેના નવા અને અગત્યના પાસા પર વિચાર કરવો અને તેના નવા ઇન્ટરપ્રિટેશન બહાર લાવવાનો પ્રયત્ન કરતો હોઉં છું. ત્યાં વિચાર આવ્યો.

}શું મેઘનાદ નાટકમાં લક્ષ્મણ જેવો બતાવાયો છેω?

મેઘદાનરામાયણમાં પણ લોયલ્ટિનું ઉદાહરણ છે. તેને ક્યારેય રાજ્ય ન્હોતું જોઇતું. પરંતુ પોતાના પિતા, જનતા અને રાજ્યની લડાઇ લડવી તેનો ઉદ્દેશ્ય હતો. સામે કોઇપણ હોય પરંતુ પહેલાં ફરજ આવે છે તે વિચાર સાથે તે લડ્યો છે. તે નાટકમાં દર્શાવાયું છે.

રાવણનીસારી બાબતો ઉજાગર કરવા જતાં, રામ અને સીતા કેવી રીતે વ્યવહાર કરે છેω?

સીતાનિર્ભિક છે. રામ આવશે અને રાવણને નષ્ટ કરશે તેવો તેને રામ અને રામ પ્રત્યેના પ્રેમ પર વિશ્વાસ છે. નાટકમાં સીતાનું કિરદાર રાવણથી ડરે નહીં તેવું છે. અહીં સીતા ડરેલું, રડતું કે ભજનગાતું કિરદાર નથી.

Drama Experiment

અન્ય સમાચારો પણ છે...