તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પ્રાણીઓની સંવેદનાને કેનવાસ પર ઉતારવા આર્ટિસ્ટે જંગલમાં જઇને પેઇન્ટિંગ બનાવ્યાં

પ્રાણીઓની સંવેદનાને કેનવાસ પર ઉતારવા આર્ટિસ્ટે જંગલમાં જઇને પેઇન્ટિંગ બનાવ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આર્ટિસ્ટ દ્વારા બનાવવામાં આવેલ પાઈન્ટિંગમાં વીશાળકાય હાથી દર્શાવવામાં આવ્યો છે. જેમાં હાથી અને મનુષ્ય વચ્ચેનો પ્રેમભાવ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. હાથીને મનુષ્યનો મિત્ર ગણવામાં આવે છે તે પાઈન્ટીગ દ્વારા કહી શકાય છે. કેનવાસ પર બનાવવમાં આવેલ પેઇન્ટિંગ માં ઓઇલ કલર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પેઇન્ટિંગ 6.5 ફૂટ ઊંચું અને 4.8 ફૂટ પહોળું છે.

પેઇન્ટિંગમાં આર્ટિસ્ટે જંગલી પ્રાણીની વેદના દર્શાવી છે. કારણ કે, વર્તમાન સમયમાં લોકો પોતાના સ્વાર્થ માટે જંગલનાં વૃક્ષો કાપી રહ્યાં છે. જે વૃક્ષો પર વસતા પ્રાણી-પક્ષીઓ માટે ખરાબ બાબત છે. કારણ કે, વૃક્ષો તેમના કુદરતી ઘર માનવામાં આવે છે. પેઇન્ટિગમાં આર્ટિસ્ટે એક લેપર્ડને વૃક્ષ પર આરામ કરતો દર્શાવ્યો છે. પેઇન્ટિગ બનાવા માટે કેનવાસ અને ઓઇલ કવર્સનો ઉપયોગ કરાયો છે.

4 ફુટ ઊંચું અને 9 ફટ પહોળું પેઇન્ટિંગમાં સિંહને જંગલના રાજા તરીકે દર્શાવવામાં આવ્યો છે. સિંહને એક ઉપરી સ્થાન પર દર્શાવી જંગલનું નિરીક્ષણ કરતો દર્શવ્યો છે. સાથે પ્રાણી બચાવવાનો મેસજ પણ આપવામાં આવ્યો છે. પેઇન્ટિંગમાં પાનખર ઋતુ દર્શાવવામાં આવી છે. જેથી પ્રાણીઓ વર્ષાઋતુની રાહ જોતા દર્શાવવામાં આવ્યાં છે. પેઇન્ટિંગ બનાવવા માટે ઓઇલ કલર્સ અને કેનવાસનો ઉપયોગ કરવમાં આવ્યો છે.

સિટી રિપોર્ટર | વડોદરા

સામાન્યરીતે લોકો જંગલમાં ફોટોગ્રાફી કરવા માટે જતા હોય છે. પરંતુ શહેરના આર્ટિસ્ટ સંજય પ્રજાપતી પેઇન્ટિંગ કરવા માટે વિવિધ જંગલમાં ફરે છે. પેઇન્ટિંગ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હું જંગલી પ્રાણીને બચાવવા અને તેમના માટે લોકોમાં અવેરનેસ ફેલાય તે માટે તેમના પેઇન્ટિંગ કરું છું. જે માટે વિવિધ વિસ્તારના જંગલની મુલાકાત પણ કરું છું. ત્યારબાદ મારા પેઈન્ટિંગમાં જંગલ અને પ્રાણીઓની વેદના બતાવવાનો પ્રયાસ કરું છું. આર્ટિસ્ટ સંજય પ્રજાપતિ દ્વારા બનાવવામાં આવેલા પેઈન્ટિંગનું એક્ઝિબિશન સોમવરે એમ.એસ.યુનિવર્સિટી ની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં યોજાશે.

સામાન્ય રીતે લોકો ફોટોગ્રાફી માટે વાઇલ્ડ લાઇફ સેન્ચુરીની મુલાકાત કરતા હોય છે. પરંતુ હું પેઇન્ટિંગ્સ બનાવવા માટે દેશનાં વિવિધ જંગલોની મુલાકાત લઇ પ્રાણીની હેબિટેટ્સનું નિરીક્ષણ કરુંં છું. જે માટે મેં ઘ્રાંગઘ્રા, જુનાગઢ, પાવાગઢ અને હિમાચલ પ્રદેશનાં જંગલોની મુલાકાત લીધી હતી. જંગલી પ્રાણીનાં પેઇન્ટિંગ્સ બનાવી તેમની વેદના લોકો સમક્ષ મૂકવા માગું છું. સંજયપ્રજાપતિ, આર્ટિસ્ટ

Art Exhibition

અન્ય સમાચારો પણ છે...