તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દાગીનાનું પર્સ લઇને ફરાર યુવતીની ભાળ મળતી નથી

દાગીનાનું પર્સ લઇને ફરાર યુવતીની ભાળ મળતી નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમાના પાર્ટી પ્લોટની ચોરીનો કિસ્સો : લગ્નમાં ચોરી કરવાની ટેવ ધરાવતા આરોપીઓની કુંડળી મેળવાઇ

શહેરનાસમા-સાવલી રોડ પર એનઆરઆઇના લગ્નના રિસેપ્શન દરમિયાન સ્ટેજ પરથી 28 તોલા દાગીના અને રોકડ ભરેલા પર્સની ચોરી કરીને પલાયન થયેલી 20 વર્ષીય યુવતી વિશે પોલીસને હજું પણ માહિતી મળી શકી નથી. પોલીસે લગ્ન સમારોહમાં ચોરી કરવાની ટેવ ધરાવતા અને અગાઉ પોલીસના હાથે પકડાયેલા હોય તેવા આરોપીઓની કુંડળી મેળવી તપાસ શરુ કરી છે.

સમા સાવલીના પ્રસંગ પાર્ટી પ્લોટમાં અપટુડેટ પોષાકમાં આવેલી બોયકટ ધરાવતી યુવતીએ સિફતપુર્વક સ્ટેજ પરથી દાગીના અને રોકડ ભરેલી પર્સની ચોરી કરી હતી. પોલીસે સીસી ટીવી ફુટેજના આધારે તપાસ કરી હતી. પ્રકારની મોડસ ઓપરેન્ડી ધરાવતી અમદાવાદની છારા ગેંગ સામે પણ પોલીસે શંકા વ્યકત કરી અમદાવાદ પોલીસની મદદ વડે યુવતીની શોધખોળ શરુ કરી છે. ઉપરાંત વડોદરામાં લગ્નના સમારોહમાંથી ચોરી કરવાના ગુનામાં અગાઉ પકડાયેલા આરોપીઓની પણ તપાસ શરુ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...