તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બંધ દુકાનનાં તાળાં તોડી 11.30 લાખના મોબાઇલ ફોનની ચોરી

બંધ દુકાનનાં તાળાં તોડી 11.30 લાખના મોબાઇલ ફોનની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છાણીની દુકાનમાંથી રૂા. 3.50 લાખની રોકડ પણ ચોરી ગયા

અકોટાના બંધ મકાનમાંથી 100 ડોલર અને દાગીનાની ચોરી

છાણી જકાતનાકામાં મોબાઇલ ફોનનું વેચાણ કરતી મિહિર કોમ્યુનિકેશનના માલિક જૈરુત જયંતીભાઇ પટેલે ફતેગંજ પોલીસને જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રી દરમિયાન તસ્કરોએ તેમની દુકાનના શટરના બંને તરફના નકૂચા અને તાળાં તોડી દુકાનમાં પ્રવેશ કર્યા બાદ દુકાનમાં રાખેલ અલગ અલગ બ્રાન્ડના 73 મોબાઇલ ફોન (કિંમત 11,30866)ની ચોરી કરી હતી. ઉપરાંત દુકાનના કાઉન્ટરમાંથી પણ 3,20,000 રુપીયાની રોકડ રકમની પણ ચોરી કરી હતી. દુકાનમાં મોબાઇલ ફોન અને રોકડ મળીને 14,50,866ની મતાની ચોરી થતાં પોલીસ તંત્ર પણ ખળભળી ઉઠ્યું હતું અને સ્થળ પર ધસી જઇને તપાસ શરૂ કરી હતી. દુકાનમાં શુક્રવારે સવારે આવેલા કર્મચારીએ ચોરી થઇ હોવાનું જણાતાં તત્કાળ દુકાનના માલિકને ફોન કર્યો હતો.

બીજી તરફ અકોટાની કલ્યાણ સોસાયટી પાસે તેજલ એપાર્ટમેન્ટમાં રહેતા સુરતના વેપારી અજય મધુકર પરાંજપે ગત 23 તારીખે સવારે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા રાત્રે ઇન્દોર ગયા હતા. દરમિયાન સવારે પાડોશીએ તેમને જાણ કરી હતી કે તેમના મકાનનું તાળું તૂટેલું છે. જેથી તેઓ રાત્રે પરત આવ્યા હતા. તસ્કરોએ લાકડાના દરવાજાનું લોક અને નકૂચો તોડી બેડરૂમના કબાટોમાંથી સોનાની 4 તોલાની બંગડી, સોનાની 4 વીંટી, સોનાની નાનીમોટી 7 બુટ્ટી, સોનાની લક્કી, ડાયમંડના નંગવાળી સોનાની બુટ્ટી, ચાંદીના 20 સિક્કા અને 6 ગ્લાસ અને 2 લગડી તથા પૂજાનાં ચાંદીનાં વાસણો અને ચાંદીનો ગોલ્ડ મેડલ અને 100 અમેરિકન ડોલર તથા રોકડા 1.80 લાખ મળીને 1,93,850 રૂપિયાની ચોરી કરી હતી. પોલીસે મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...