તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા| શહેરનાઈન્ટિગ્રેટેડ એરપોર્ટ બિલ્ડિંગની બહાર ટ્રાફિક પોઇન્ટ મુકવા માટે એરપોર્ટ

વડોદરા| શહેરનાઈન્ટિગ્રેટેડ એરપોર્ટ બિલ્ડિંગની બહાર ટ્રાફિક પોઇન્ટ મુકવા માટે એરપોર્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| શહેરનાઈન્ટિગ્રેટેડ એરપોર્ટ બિલ્ડિંગની બહાર ટ્રાફિક પોઇન્ટ મુકવા માટે એરપોર્ટ સત્તાધીશો દ્વારા ટ્રાફિક વિભાગ પાસે માગણી કરવામાં આવી છે.એરપોર્ટ પાસે એક રોડ બંધ હાવાથી ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય છે. જે અંગે વારંવાર લેખિત રજૂઆત છતાં પોઈન્ટ મુકવામાં આવ્યો નથી. વડોદરા શહેરના ઈન્ટિગ્રેટેડ એરપોર્ટ બિલ્ડિંગ બહાર એક બાજુના રોડ ઉપર સેવાસદન દ્વારા ગટર લાઇન નાંખવાની કામગીરી ચાલુ છે. જેથી માણેકપાર્ક સર્કલથી હરણી તળાવ સુધી એક બાજુનો રોડ બંધ કરવામાં આવ્યો છે .ત્યારે એરપોર્ટ બિલ્ડીંગ પાસે હાલોલ થી આવતાં ભારદારી વાહનો અને હોઇવે નો ટ્રાફિક જામ થઈ જાય છે.

એરપોર્ટ બહાર અને એરપોર્ટ સર્કલ નજીક સમગ્ર દિવસ દરમિયાન અને રાત્રે પણ ટ્રાફિકજામ થાય છે.

વડોદરા એરપોર્ટ ઉપર ટ્રાફિક પોઇન્ટ મૂકવા માગણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...