તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લહેરીપુરા નજીક મકાન તૂટી પડતાં મહીલાને ઇજા

લહેરીપુરા નજીક મકાન તૂટી પડતાં મહીલાને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાન્યાયમંદિર લહેરીપુરા પાસે આવેલા હનુમાન ફળિયામાં આજે રાત્રે બે મજલી મકાન ધરાશાયી થતાં મકાનમાલિકની પત્ની અંદર દટાતાં ઇજા પહોંચી હતી. જ્યારે મકાન પડવાનો અણસાર આવી જતાં ત્રણ બાળકોને બહાર કાઢી લેતાં તેમનો આબાદ બચાવ થયો હતો. બનાવને પગલે દોડી આવેલા ફાયરબ્રિગેડના જવાનોએ ઇજાગ્રસ્તમહિલાને બહારકાઢી સારવાર અર્થે ખાનગી દવાખાને ખસેડી હતી.

રામજીમંદિર પાળે રહેતા અફઝલભાઇ ઉર્ફે રાજુભાઇ બાંકેરાવાળા આજે રાત્રે પોતાના ઘરે હતા.તે સમયે તેમના મકાનના કેટલાક ભાગે ગાબડાં પડતાં તેમને મકાન ગમે ત્યારે તૂટી પડે તેવો અણસાર આવ્યો હતો. તેઓે પોતાના ત્રણ સંતાનો રૂખસાદ(12)આલિયા(8) અને મંહમદ સોમીન (3)ને લઇનેનીચે ઉતર્યા હતા. અંદાજે 10:15 મિનિટે તેઓ પોતાનો સામાન નીચે લાવી રહ્યાહતા જ્યારે પત્ની તસલીમાબેન પોતાની કિંમતી જવેરાત લાવવા મકાનમાં ગયા હતા તે દરમિયાન અચાનક ઘરાશાયી થયેલા મકાનમાં તેઓ દટાયાં હતાં. બનાવને પગલે લોકટોળાં એકત્ર થયાં હતાં. ફાયરબ્રિગેડને જાણ થતાં તેમણે તુરંત કામગીરી કરી કાટમાળમાં ગટાયેલ મહિલાને બહાર કાઢી સારવાર અર્થે ખાનગી દવાખાને ખસેડી હતી.

મકાનની આગળનું મકાન જમીનદોસ્ત કરી નુમ બનાવવામાટે ખોદકામ કરવામાં આવી રહ્યુ છે. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતોકે આગળના મકાનના પાયા અને ભાયરૂ બનાવવા માટે ખોદકામ કરવામાં આવતા મકાન ધરાશાયી થયું હતું.

લહેરીપુરા નજીક મકાન ધરાશાયી થતાં દોડધામ મચી હતી.

મકાનમાલિકના 3 બાળકોનો આબાદ બચાવ

મોડી રાતે થયેલી દુર્ઘટનાથી દોડધામ

અન્ય સમાચારો પણ છે...