તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મકરંદ દેસાઇ રોડ પર માઇક્રો ટનલ ડ્રેનેજ લાઇન નંખાશે

મકરંદ દેસાઇ રોડ પર માઇક્રો ટનલ ડ્રેનેજ લાઇન નંખાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનામકરંદ દેસાઇ રોડ પર હરિનગર પંપિંગ સ્ટેશનથી વોર્ડ નં 11ની કચેરી સુધી 900 મીટરના અંતરમાં રૂા.13.31 કરોડના ખર્ચે માઇક્રો ટનલિંગ પદ્ધતિથી ડ્રેનેજ ગ્રેવિટી લાઇન નાંખવામાં આવશે.

મકરંદ દેસાઇ રોડ પર આવેલા વાસણા પેટ્રોલપંપ ચાર રસ્તાથી સ્વામીનારાયણ મંદિર થઇ ગદાપુરા ગામ થઇ ઇસ્કોન મંદિરથી હરિનગર પાંચ રસ્તા પર આવેલ હરિનગર સુવેઝ પંપિંગ સ્ટેશનમાં ડ્રેનેજનું મલિન જળ જાય છે. જે પૈકી વહીવટી વોર્ડ નં 11ની કચેરી પાસે 30 મીટર જંક્શનથી હરિનગર પંપિંગ સ્ટેશન સુધીના રોડ પર 450 મિમી વ્યાસની અને 5.50 મીટરથી 9 મીટર ઊંડાઇની ડ્રેનેજ લાઇન આવેલી છે. ડ્રેનેજ લાઇન 40 વર્ષ ઉપરાંતની જર્જરિત છે. વોર્ડ નં 11ની કચેરીથી પ્રથમ કોમ્પ્લેકસ સુધીના ભાગ પર 300 મીટર જેટલી લંબાઇવાળા ભાગમાં છેલ્લાં વર્ષમાં આઠ વખત ભંગાણ પડ્યાં હતાં અને અન્ય પાંચ સ્થળોએ પણ ભંગાણ પડેલાં હતાં. જેને પગલે હરિનગર એપીએસથી વહીવટી વોર્ડ નં 11ની કચેરી સુધી 30 મીટરના રસ્તા પર 900 મીટરની લંબાઇમાં આડેઘડ ખોદકામ કરવાના બદલે ગોરવાથી અકોટા બીપીસી રોડ પર નાંખવામાં આવેલી માઇક્રોટનલ પદ્ધતિ મુજબની ડ્રેનેજ લાઇન નાંખવાના ટેન્ડરને સ્થાયી સમિતિએ મંજૂરી આપી છે.

~13 કરોડના ખર્ચે જૂની લાઇન બદલાશે

અન્ય સમાચારો પણ છે...