તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શહેરનાં 3 બિલ્ડર ગ્રૂપ પાસેથી ~11 કરોડનું કાળંુ નાણું ઝડપાયું

શહેરનાં 3 બિલ્ડર ગ્રૂપ પાસેથી ~11 કરોડનું કાળંુ નાણું ઝડપાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાઇન્કમટેક્સ વિભાગે ગોત્રી અને છાણી રોડ પર આલીશાન ઓફિસ ધરાવતાં શહેરના જાણીતાં ત્રણ મોટાં બિલ્ડર ગ્રૂપો આત્મીય ગ્રૂપ, એન્ટલાન્ટિક ગ્રૂપ અને ક્રિસ્ટલ ગ્રૂપ પાસેથી રૂપિયા 11 કરોડનું કાળું નાણું ઝડપી પાડીને સપાટો બોલાવતાં ફરી એક વખત બિલ્ડર ગ્રૂપમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

બિલ્ડર ગ્રૂપ પૈકીના સૌથી મોટાં ત્રણ ગ્રૂપો આત્મીય ગ્રૂપ, એન્ટલાન્ટિક ગ્રૂપ અને ક્રિસ્ટલ ગ્રૂપની ગોત્રી તથા છાણીની ઓફિસ ખાતે ઇન્કમટેક્સ વિભાગના 20 જેટલા ઓફિસરોએ ત્રણ દિવસ પહેલાં સરવે હાથ ધર્યો હતો. વડોદરા ઇન્કમટેક્સ વિભાગના પ્રિન્સિપલ કમિશનરની કચેરી-1ના માર્ગદર્શનમાં સતત ત્રણ દિવસ ચાલેલા સરવેમાં ત્રણેય બિલ્ડર ગ્રૂપની ગોત્રી અને છાણી પર આવેલી ઓફિસ પર સરવેની કામગીરી હાથ ધરીને હિસાબી ચોપડા, રોકડના વ્યવહારો, કમ્પ્યૂટર રેકર્ડ, મટિરિયલ્સ ખરીદીના રેકર્ડ, સ્ટોક સહિતના ચોપડા અને દસ્તાવેજોની સઘન ચકાસણી કરી હતી. એમાંય બુક ઓફ એકાઉન્ટ્સ, મટિરિયલ્સ અને સ્ટોક સહિતના ડોક્યુમેન્ટમાં ખોટી એન્ટ્રીઓ પાડીને બેનામી હિસાબનું છુપાવેલ કાળુંંનાણું આઇટીના ઓફિસરોએ શોધી કાઢ્યું હતું. ત્રણેય બિલ્ડરોને ત્યાં પુષ્કળ પ્રમાણમાં પકડાયેલા વાંધાજનક દસ્તાવેજોની ઝીણવટભરી તપાસને અંતે આઇટીના ઓફિસરોએ રૂપિયા 11 કરોડનું બેનામી કાળુંનાણું ઝડપી પાડ્યું હતું. જેમાં આત્મીય ગ્રૂપ પાસેથી રૂપિયા 5 કરોડ, ક્રિસ્ટલ ગ્રૂપ પાસેથી રૂપિયા 4 કરોડ અને એન્ટલાન્ટિક ગ્રૂપ પાસેથી રૂપિયા 2 કરોડનું કાળુંનાણું ઝડપી પાડ્યું હતું. આઇટીના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, ત્રણેય બિલ્ડર ગ્રૂપ પાસેથી રૂપિયા 11 કરોડના બેનામી કાળાંનાણાંના હિસાબો ઝડપાયા બાદ ત્રણેય બિલ્ડરોએ ડિસક્લોઝર કર્યું છે. જોકે હજીતપાસમાં કાળાંનાણાંનો આંક વધશે. દસ્તાવેજોની ચકાસણીમાં ત્રણેય બિલ્ડરોને પણ પૂછપરછ માટે બોલાવશે.

દસ્તાવેજની ચકાસણી વેળા ત્રણે બિલ્ડરને પૂછપરછ માટે બોલાવાશે

આત્મીય, એન્ટલાન્ટિક અને ક્રિસ્ટલ ગ્રૂપ પર આઇટીનો સરવે

અન્ય સમાચારો પણ છે...