તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |તરસાલી બીએસયુપીના મકાનો અને આસપાસના વિસ્તારને આવરી લેતી ડ્રેનેજ

વડોદરા |તરસાલી બીએસયુપીના મકાનો અને આસપાસના વિસ્તારને આવરી લેતી ડ્રેનેજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |તરસાલી બીએસયુપીના મકાનો અને આસપાસના વિસ્તારને આવરી લેતી ડ્રેનેજ વ્યવસ્થા માટે પાંચ વર્ષના અો એન્ડ એમ સહિતની કામગીરી સાથે સુવેઝ પંપીગ સ્ટેશન બનાવવામાં આવશે.સેવાસદનના ડ્રેનેજ ઝોન-1ના વિસ્તારમાં તરસાલીના રે.સ.નંબર 860,897,897-1ના પ્લોટમાં નૂર્મ શાખા તરફથી 480 આવાસોનુ બાંધકામનું આયોજન કરવામાં આવ્યું હતું.

આવાસોમાં ડ્રેનેજને લગતી સમસ્યા હોવાથી પ્રાથમિક તબક્કે સેપ્ટીક ટેન્ક બનાવીને 90 કુટુંબો માટે કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવી હતી. તરસાલી તળાવથી નેશનલ હાઇવે સુધીના વિસ્તારમાં મોટા પાયે રેસિડેન્શિયલ પ્રોજકટ ડેવલ થયા છે અને આખો વિસ્તાર ડ્રેનેજની સુવિધાથી વંચિત છે.તરસાલી શરદનગર એપીએની હાલની ક્ષમતા ઘણીજ ઓછી છે અને નવા 88000 ચો.મીટર વિસ્તારના સુવેઝ તેમાં સમાવેશ કરી શકાય તેમ નથી. જેથી, 1480 મીટર લંબાઇમાં, 300 મીમીથી 900 મીમી વ્યાસની ગ્રેવિટી લાઇન,1000 મીટર લંબાઇમાં 250 મીમી વ્યાસની પ્રેસરલાઇન તથા વેલ સિકીંગ પધ્ધતિથી કામગીરી કરવા માટે ડીઝાઇન તૈયાર કરવાાં આવી હતી અ્ને તેના માટે રૂા.રૂા.6.05 કરોડનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો હતો.તરસાલીમાં રૂા.5.25 કરોડના ખર્ચે એસટીપી અને પાંચ વર્ષના મરામત નિભાવણી પાછળના રૂા.20.71 લાખના ટેન્ડરને મંજુરીની મહોર મારવામાં આવી છે. હવે ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે.

તરસાલીમાં સવા પાંચ કરોડના ખર્ચે એસટીપી બનાવાશે

અન્ય સમાચારો પણ છે...