તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સમરજિતસિંહ ડાયસ પર બેસે તે માટે બે સેક્રેટરીએ કાલાવાલા કર્યા

સમરજિતસિંહ ડાયસ પર બેસે તે માટે બે સેક્રેટરીએ કાલાવાલા કર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીસીએનીજે.વાય.લેલે અંડર ક્રિકેટ ટુર્નામેન્ટના ઇનામ વિતરણ સમારોહમાં ડાયસ પર બેસાડવા સેક્રેટરીએ મહારાજા સમરજિતસિંહને કાલાવાલા કરવા પડયા હતા.

રિલાયન્સ ક્રિકેટ સ્ટેડિયમ ખાતેના ઇનામ વિતરણ સમારોહમાં બીસીસીઆઇના અધિકારી રત્નાકર શેઠી હાજર રહ્યા હતા. સમારોહ શરૂ થતાં પૂર્વે બંને સેક્રેટરી સ્નેહલ પરીખ અને અમર પેટીવાલા મેચ જોઈ રહેલા મહારાજા સમરજિતસિંહ ગાયકવાડને બોલાવવા ગયા હતા.ત્યારે તેમને કહ્યું હતું કે તમે મને પ્રમુખ તો માનતા નથી પછી શું કામ બોલાવવા આવ્યા છો.

બીસીસીઆઇના અધિકારી રત્નાકર શેઠી સમક્ષ કોનોર વિલિયમ્સની આગેવાનીમાં અજિત ભોઈટે,હેમંત ઇન્દુલકર સહિત ત્રીસથી વધુ પ્રથમ કક્ષાના ક્રિકેટરોએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે ‘બોર્ડના નીયમોનું અહીં પાલન થતું નથી.ફિજિયોને કોચ બનાવી દેવાયા છે.

બીસીસીઆઇના અધિકારી રત્નાકર શેઠીએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે બોર્ડ તેના નીતિ નિયમ મુજબ કામ કરે છે.અહીં કોણ પ્રમુખ છે તેના વિવાદમાં મારે પડવું નથી ,બોર્ડનું કામ ક્રિકેટનો વિકાસ કરવાનું છે.આ અંગે રજૂઆતો મળી છે.

પ્રમુખના વિવાદમાં મારે પડવું નથી: શેઠી

ફિજિયોને કોચ બનાવ્યાની BCCIના શેઠી સમક્ષ ફરિયાદ

સેક્રટરીને સવાલ : મને પ્રમુખ માનતા નથી પછી બોલાવો છો શું કામω

લેલે ટુર્નામેન્ટના ઇનામ વિતરણ સમારોહમાં હોબાળો

અન્ય સમાચારો પણ છે...