• Gujarati News
  • પી રોડ પર વૃદ્ધાની સોનાની બંગડીઓ ઉતરાવી ગઠિયા ફરાર

પી રોડ પર વૃદ્ધાની સોનાની બંગડીઓ ઉતરાવી ગઠિયા ફરાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીરોડ પર સવારના સમયે પસાર થઇ રહેલી વૃદ્ધાને આગળ ગગુબાઇ કો ચાકુ માર દિયાએ તેમ જણાવીને પોલીસના સ્વાંગમાં આવેલા ત્રણ ગઠિયાઓએ વૃદ્ધાએ પહેરેલી સોનાની બંગડીઓ બેગમાં મુકાવીને બંગડીઓ લઇ ફરાર થઇ ગયા હતા.

કમળાબેન મોહનભાઇ માળી (ઉ. 65, રહે, મંગલદીપ સોસા.,બેંકર હાર્ટની બાજુમાં, પી રોડ) સવારના સાડા નવ વાગ્યે પી રોડ પર સૂર્યકિરણ બિલ્ડિંગ પાસે ઊભી રહેલી શાકભાજીની લારી પર શાક લેવા આવ્યાં હતાં અને શાક લઇ ઘેર પરત જઇ રહ્યાં હતાં ત્યારે તેમને બે શખ્સ મળ્યા હતા અને આગે ગગુબાઇ કો ચાકુ માર દિયા યે તુમે પતા નહીં હેંω તેમ જણાવીને સામે ઊભેલા પોલીસવાળા સાહેબ બોલાવે છે તેમ જણાવ્યું હતું.આ સમયે બેગ લઇને ત્રીજો શખ્સ ત્યાં આવ્યો હતો અને વૃદ્ધાએ પહેરેલી સોનાની બે બંગડી ઉતારીને બેગમાં મૂકી દેવા જણાવ્યું હતું.વૃદ્ધાએ જણાવ્યું હતુ કે મારુ ઘર નજીકમાં છે, હું જતી રહું છું પણ ત્રણેય શખ્સોએ વૃદ્ધાને વિશ્વાસમાં લઇને સોનાની બંગડી(કિંમત 45000) બેગમાં મુકાવવાને બહાને ફરાર થઇ ગયા હતા.