• Gujarati News
  • F.Y.BSc.ની હાયર પેમેન્ટની 960 બેઠકો માટે પ્રવેશની કાર્યવાહીનો પ્રારંભ

F.Y.BSc.ની હાયર પેમેન્ટની 960 બેઠકો માટે પ્રવેશની કાર્યવાહીનો પ્રારંભ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.એસ.યુનિવર્સિટીનીસાયન્સ ફેકલ્ટીમાં એફ.વાય.બીએસસીની હાયર પેમેન્ટની 960 બેઠકો માટે આજથી શરૂ થયેલી પ્રવેશની કાર્યવાહીમાં પ્રથમ દિવસે 350 વિદ્યાર્થીઓએ ફોર્મ લીધા હતા. જે પૈકી 250 વિદ્યાર્થીઓએ હાયર પેમેન્ટની બેઠકો માટે ફી ભરી દઇને પોતાનો પ્રવેશ નક્કી કરી લીધો હતો.

સાયન્સ ફેકલ્ટીમાં એફ.વાય.બીએસસીની રેગ્યુલર બેઠકો ભરાયા બાદ તાજેતરમાં હાયર પેમેન્ટની 960 બેઠકો માટે આજથી પ્રવેશની કાર્યવાહી હાથ ધરાઇ હતી. હાયર પેમેન્ટની બેઠકો માટે શરૂ થયેલી કાર્યવાહી અંગે પ્રથમ દિવસે 350 વિદ્યાર્થી અને તેમના વાલીઓએ પ્રવેશ ફોર્મ ભર્યા હતા. પ્રથમ દિવસે ભરાયેલા 350 ફોર્મ પૈકી 250 વિદ્યાર્થીઓ તરત ફોર્મ ભરીને હાયર પેમેન્ટમાં પ્રવેશ ફી ભરીને પ્રવેશ નક્કી કરાવી લીધો હતો. હજુ બે દિવસ માટે સાયન્સ ફેકલ્ટીમાં હાયર પેમેન્ટની બેઠકો માટે પ્રવેશની કાર્યવાહી હાથ ધરાશે. 4થી જુલાઇ સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા બાદ ફાઇનલ પ્રવેશની યાદી બહાર પાડવામાં આવશે. દરમિયાનમાં ધો.12 પછીના વિવિધ એન્જિનીયરીંગના કોર્સની પ્રવેશ કાર્યવાહી હાથ ધરાનાર હોઇ એન્જિનીયરીંગમાં જવા માંગતા પણ એફ.વાય.બીએસસીમાં ફોર્મ ભરનારા વિદ્યાર્થીઓના જવાથી ખાલી પડનારી એફ.વાય.બીએસસીની રેગ્યુલરની બેઠકો માટે પુન: પ્રવેશની કાર્યવાહી હાથ ધરવાનો ફેકલ્ટીના સત્તાધીશો નિર્ણય લીધો છે. નિર્ણયના પગલે સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રો. એ.સી.શર્મા એક-બે દિવસમાં યુનિવર્સિટીના પ્રોવીસી પ્રોફેસર પરિમલ વ્યાસને લેખિત રજૂઆત કરીને પુન: પ્રવેશની કાર્યવાહી માટે ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરશે.

અંગે સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રો.એ.સી.શર્માએ વધુ માહીતી આપતાં જણાવ્યું હતું કે, સાયન્સ ફેકલ્ટીમાં હાયર પેમેન્ટની પ્રવેશ કાર્યવાહીની વચ્ચે રેગ્યુલર બેઠકોની ખાલી બેઠકો માટે બે થી ત્રણ દિવસ પુન: પ્રવેશની કામગીરી હાથ ધરીને બેઠકો ભરાશે.