• Gujarati News
  • વકીલ મંડળના પૂર્વ ઉપપ્રમુખે ફોર્મ પરત ખેચ્યું

વકીલ મંડળના પૂર્વ ઉપપ્રમુખે ફોર્મ પરત ખેચ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાવકીલ મંડળની વર્ષ 2015-16 માટે યોજાનારી ચૂંટણીમાં ગુરુવારે ફોર્મ પરત ખેંચવાના દિવસે માત્ર એક ફોર્મ પરત ખેંચાયુ હોવાનું મુખ્ય ચૂંટણી અધિકારી અતુલ મિસ્ત્રીએ જણાવ્યું હતું. બુધવારે પ્રમુખ પદ માટે 4, ઉપપ્રમુખ માટે 3 જયારે મેનેજિંગ કમિટિની 10 બેઠક માટે 25 ફોર્મ ભરાયા હતા. મહિલા અનામત 2 બેઠકો માટે 4 મહિલા વકીલોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. ગુરુવારે પૂર્વ ઉપપ્રમુખ રણજીતસિંહ રાઠોડે પોતાની ઉપપ્રમુખ તરીકેની દાવેદારી પરત ખેંચી લીધી હતી. સાથે હવે ઉપપ્રમુખની બેઠક માટે 2 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જયારે પ્રમુખ પદ માટે 4 ઉમેદવારો મેદાનમાં છે.