તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અકોટા સયાજીગંજ બેઠક પર વૈષ્ણવ ઉમેદવાર મૂકવા માગ

અકોટા-સયાજીગંજ બેઠક પર વૈષ્ણવ ઉમેદવાર મૂકવા માગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિધાનસભાનીચૂંટણીમાં વડોદરાની અકોટા અને સયાજીગંજ બેઠક પર વૈષ્ણવ વણિક સમાજનો ઉમેદવાર મૂકવાની રજૂઆત-માગણી સમાજના આગેવાનો દ્વારા ભાજપ સમક્ષ કરાઇ છે. વૈષ્ણવ વણિક સમાજ, વડોદરાના 96 ઘટકો પૈકી 40 ઘટકોના આગેવાનોની બેઠક શનિવારે મળી હતી. બેઠકમાં વડોદરાની પાંચ બેઠક પર દોઢ લાખ મતદારો ધરાવતા વૈષ્ણ‌વ વણિક સમાજને ભાજપ દ્વારા જાહેર કરાયેલી પાંચ પૈકી એકપણ બેઠક નહીં ફાળવવાના મુદ્દે ચર્ચા-વિચારણા કરાઇ હતી.

સમાજના અગ્રણી જીજ્ઞેશ શાહે જણાવ્યું હતું કે, ભાજપે અત્યાર સુધી જાહેર કરાયેલી એકપણ બેઠક પર વૈષ્ણવ વણિક ઉમેદવાર મૂક્યા નથી. રાજ્યમાં 11 ટકા વસતી વૈષ્ણવ વણિક સમાજની હોવા ઉપરાંત વડોદરાની અકોટા, રાવપુરા, શહેર-વાડી, સયાજીગંજ અને માંજલપુર વિધાનસભા બેઠકો પર વૈષ્ણ‌વ વણિક સમાજનું જબરદસ્ત પ્રભુત્વ છે. પરંતુ શહેરની પાંચ પૈકી જાહેર થયેલી 3 બેઠકો વૈષ્ણ‌વ વણિક સમાજની બાદબાકી કરી નાંખવામાં અાવી છે.

અકોટા | 42,000(કુલમતદાર 2,47,684)

સયાજીગંજ| 32,000(કુલમતદાર 2,73,164)

શહેર-વાડી| 29,000(કુલમતદાર 2,74,380)

રાવપુરા| 24,000(કુલમતદાર 2,73,393)

માંજલપુર| 23,000(કુલમતદાર 2,32,610)

શહેરના વૈષ્ણવ વણિક સમાજ દ્વારા ખંડેરાવ માર્કેટ પાછળ ખડાયતા ભવન ખાતે મીટિંગ યોજાઇ હતી.

ભાજપ સમક્ષ સમાજના વિવિધ આગેવાનોની રજૂઆત

વડોદરાના 96 ઘટકો પૈકી 40 આગેવાનોની બેઠક મળી

અન્ય સમાચારો પણ છે...