તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શાળાઓની ફી નક્કી થતાં નારાજ વાલીઓની કમાટીબાગ ખાતે બેઠક : ચૂંટણી સુધી ધરણાં પ્રદર્શનના કાર્યક્રમ

શાળાઓની ફી નક્કી થતાં નારાજ વાલીઓની કમાટીબાગ ખાતે બેઠક : ચૂંટણી સુધી ધરણાં-પ્રદર્શનના કાર્યક્રમો કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વધુ મતદાન માટેની ઝુંબેશમાં ‘નોટા’નો પ્રચાર ભૂલાઇ ગયો

વાલીઓનો NOTA

વડોદરાશહેર-જિલ્લામાં વિધાનસભાની 10 બેઠકો માટે યોજાનારી ચૂંટણી પહેલાં જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા એક તરફ વધારે મતદાન માટે પ્રચાર-પ્રસાર થઇ રહ્યો છે.પરંતુ બીજી તરફ નોટા ના બટન અંગે જાગૃતિ લાવવા પ્રચાર પ્રસાર ભૂલી જવાતાં હાઇકોર્ટના આદેશનું ઉલ્લંઘન થતું હોવાનું સપાટી પર આવ્યું છે.

ભારતમાં સરકારની કામગીરીથી નારાજ રહેતા નાગરિકો ચૂંટણી ટાણે મતદાનથી અળગા રહેતા હોય છે. બીજા કિસ્સામાં રાજકીય પક્ષોના ઉમેદવારો યોગ્ય નહોવાને કારણે પણ મતદારો મત આપવા જવાનું ટાળે છે. જેથી ચૂંટણી પંચે 2014 ની લોકસભા ચૂંટણીથી મતદારો જો કોઇ ઉમેદવારને મત આપવા ઇચ્છતા ના હોય તો તેના માટે ‘નોન ઓફ એબોવ’નો ઉપયોગ કરવા હેતુ ઇલેકટ્રોનિક વોટિંગ મશીનમાં નોટા બટનની સુવિધા શરૂ કરી છે. ચૂંટણીમાં વધુ મતદાનની અપીલ કરવા સહિત મતદાન જાગૃતિ માટેના કાર્યક્રમો તેમજ નોટા બટન અંગે લોકોને વાકેફ કરવા પ્રચાર-પ્રસાર કરવાની ફરજ ચૂંટણી તંત્રની બને છે. જેના ભાગરૂપે ચૂંટણી પંચના સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેકટ્રોલ પાર્ટિસિપેશન-સ્વીપ દ્વારા માત્ર મતદાન કરવાનો પ્રચાર-પ્રસાર થાય છે. માટેના હોર્ડિંગ-બેનર્સ લગાવાય છે. પરંતુ નોટા બટન અંગે લોકોને માહિતગાર કરવાની કોઇ ઝુંબેશ કે કાર્યક્રમો-પ્રચાર-પ્રસાર થતો હોવાની બૂમ ઉઠી છે.

^આંદોલન ફક્ત વડોદરા સુધી સીમિત રાખી રાજ્યમાં લઇ જવા પોસ્ટ કાર્ડ ઝુંબેશ જેવા તમામ માર્ગો અપનાવીશું. ચૂંટણીમાં લાખો વાલીઓ ભાજપ વિરુદ્ધ નોટાનો ઉપયોગ કરે એવી સ્થિતિ ચૂંટણી પહેલાં સર્જાશે. > ભાવનાસપકાળ, પ્રમુખ-વડોદરાવાલી મંડળ

^કાયદો લાગુ થયો પછી શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીએ જાતે જે-તે વખતે કહ્યું હતું કે, વાલીઓએ ફક્ત એક સ્લેબની ફી ભરવાની છે. સરકારના નિયમને શાળા સંચલાકો ઘોળીને પી જઇ મનફાવે તેમ ફી ઉઘરાવે છે. > દીપકઠકરાલ, વાલી

^સ્કૂલમાંથી જ્યારે બીજા સત્રની ફી માંગવામાં આવી તો અમે સ્કૂલ પાસે લેખિત પુરાવા માંગ્યા. પણ, સ્કૂલ લેખિતમાં ફીની માંગણી કરવા તૈયાર નથી. શાળા ગમે તેટલી ઉઘરાણી કરે,નિવેડો આવે, બીજા સત્રની ફી ભરવાનાં નથી. > મેઘનાશાહ, વાલી

^નિયમ વિરુદ્ધ શાળાઓ ફી ઉઘરાવે છે. સરકાર વાલીઓના પક્ષમાં કોઇ પગલાં લેવા તૈયાર નથી. ચૂંટણીમાં અમે તો નોટાનો ઉપયોગ કરીશું જ, અન્ય લોકો પણ નોટાનો ઉપયોગ કરે માટે સોશિયલ મીડિયા પર પ્રચાર કરીશું. > કૃણાલઉત્તેકર, વાલી

^શાળાઓ દ્વારા ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવાઇ રહી છે અને બીજા સત્રની ફી ભરવા માટે દબાણ કરવામાં આવે છે. શાળાઓ અને સરકાર વાલીઓને આત્મહત્યા કરવા મજબૂર કરે છે. > દીપકપાલકર, વાલી

} સંત કબીર સ્કૂલ | બીજાસ્લેબની ફી ભરવાથી અમારા બાળકોના પ્રોગ્રેસ રિપોર્ટ નથી બતાવ્યા.

}ડી.આર.અમીન | બીજાસ્લેબની ફી બાકી હોય તે વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાની ધમકી આપે છે અને મોડેથી ફી ભરે તો દિવસ દીઠ 50 રૂ. દંડ

}અંબે સ્કૂલ | બાળકોનેક્લાસમાં બીજા સ્લેબની ફી માટે ટોકવામાં આવે છે, રિઝલ્ટ બતાવતા નથી.

}ટ્રી હાઉસ સ્કૂલ | શાળાદ્વારા બીજા સત્રની ફી માટે પઠાણી ઉઘરાણી કરાય છે.

}બ્રાઇટ સ્કૂલ | તાત્કાલિકબીજા સ્લેબની ફી ભરો નહીં તો દંડ થશે એવા સર્ક્યુલર બહાર પાડવામાં આવે છે.

}સેફાયર ગ્લોબલ સ્કૂલ |ફીમાટે શાળામાંથી ફોન આવે છે, રિઝલ્ટ અટકાવેવાની ધમકી આપે છે.

}શેનેન સ્કૂલ | બીજાસ્લેબના ફીની ઉઘરાણી માટે વાલીઓને ફોન કરવામાં આવે છે.

}નવરચના સ્કૂલ |વાલીએફીની પરવાનગીના લેખિત પુરાવા માગતા શાળાએ આપ્યા.

નોટાના પ્રચાર-પ્રસારમાં બેદરકારી રખાય છે

^હાઈકોર્ટેસ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી વેળા નોટાના પ્રચાર-પ્રસારનો આદેશ કર્યો હતો. આદેશનું વિધાનસભા ચૂંટણીમાં ઉલ્લંઘન કરી બેદરકારી રખાય છે. નોટાનો પ્રચાર કરવાની જવાબદારી ચૂંટણી વિભાગની બને છે. > રોહિતપ્રજાપતિ, સામાજિકકાર્યકર

મતદાનનીપ્રતિજ્ઞામાં નોટાનો ઉલ્લેખ છે

^મતદાન નહીં કરનારા માટે નોટા એક વિકલ્પ છે. એટલે મતદાન જાગૃતિ ઝુંબેશ દરમિયાન લેવડાવાતી પ્રતિજ્ઞામાં નોટાની માહિતી આવરી લેવાઇ છે. ઉપરાંત મૉકપોલ વખતે પણ નોટા અંગે માહિતી આપવામાં આવશે. > ડૉ.સુધીરજોશી, નોડલઓફિસર, સ્વીપ

સરકારે કમિટી રચ્યા બાદ પણ શાળાઓની ફી નક્કી થતાં વાલીઓએ કમાટીબાગમાં બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

નોટા બટન અંગે લોકોને વાકેફ કરવાની ફરજ

અન્ય સમાચારો પણ છે...