તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોનના બહાને ~1.70 લાખની છેતરપિંડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સસ્તાવ્યાજે મકાનની લોન અપાવવાની જાહેરાત કરતી ભેજાબાજ ટોળકીએ 2 ગ્રાહક પાસેથી રૂા. 1.70 લાખ લઇ છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાઇ છે.

શહેરના અલકાપુરી આર.સી.દત્ત રોડ પરના સેન્ટર પોઇન્ટ કોમ્પલેક્ષમાં શિવધરા વંદન બિલવર્કલ પ્રા.લિ. નામની ઓફિસમાં જૈમિકા આલીવાલા અને ગજેન્દ્ર જાદવ મકાન પર લોન અપાવવાનું કામ કરતા હતાં. સુરતના પૂણા ગામ સ્થિત કર્મેશ્વર નગર સોસાયટીમાં રહેતા વૃદ્ધ કિશોર ગીરધરલાલ જોષીને ટોળકીએ મકાનની લોન અપાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો. લોન પાસ કરાવવા માટે તેમની પાસેથી રૂા. 83850 લઇ લીધા બાદ અપાવી હતી. આખરે તેમણે નાણા પરત માગતા માત્ર રૂા. 27950 પરત આપ્યા હતા જ્યારે રૂા. 55900 બાકી રાખ્યા હતા. રીતે મહેસાણાના સાંગનપુરના કાળાભાઇ મંગળભાઇ પ્રજાપતિ પાસેથી પણ લોનના બહાને રૂા. 1.40 લાખ લઇ છેતરપિંડી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...