તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અલવાનાકામાં જૂની અદાવતે પથ્થરમારો : ચાર ઇજાગ્રસ્ત

અલવાનાકામાં જૂની અદાવતે પથ્થરમારો : ચાર ઇજાગ્રસ્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંજલપુરવિસ્તારમાં અલવા નાકા પાસે આવેલા સિકોતર નગરમાંં રવિવારે જૂ ની અદાવતમાં પથ્થરમારો થાની સાથે લાકડી છતાં બે વર્ષના બાળક સહિત ચારને ઇજા પહોંચી હતી.

સિકોતર નગરમાં રહેતા સુખદેવ ભાઉરાવ પહાર અને તેમના પુત્રો સાથે ત્યાં રહેતા પ્રભાત ઉર્ફે ભલા છોટેલાલ સાથે જુની અદાવત હતી. રવિવારે બપોરે સુખદેવનો પુત્ર પ્રભાતના ઘર પાસે પસાર થયો ત્યારે પ્રભાત લાકડી લઇને ત્યાં જઇ ઉભો હતો અને તેને રસ્તા પરથી જવાનું જણાવ્યું હતું. આથી મામલે સુખદેવના પુત્રે માંજલપુર પોલીસમાં જઇને અરજી કરી હતી. દરમિયાન સાંજના અરસામાં ફરીથી તેમના પુત્રો પ્રભાતના ઘર પાસેથી પસાર થયા ત્યારે પ્રભાત અને તેના સાગરીતો તેની પાછળ દોડ્યા હતા અને તેના ઘર પાસે જઇને આઠથી દસ લોકોના ટોળાએ પથ્થરમારો કરી આતંક સર્જ્યો હતો. પથ્થરમારામાં સુખદેવ અને બે વર્ષના બાળક પીયૂષને ઇજા પહોંચી હતી

પથ્થરમારામાં બે વર્ષના બાળકને પણ ઇજા

પોલીસે રાયોટિંગ-મારામારીનો ગુનો નોંધ્યો

અન્ય સમાચારો પણ છે...