તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બે યુવકને ખેતરમાં ખેંચી જઇને ~ 66 હજારની લૂંટ

બે યુવકને ખેતરમાં ખેંચી જઇને ~ 66 હજારની લૂંટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાઇવેપર કપુરાઇ બ્રિજ નજીક ઘાઘરેટિયા તરફ જવાના રસ્તે સાતથી આઠ લૂંટારાઓએ બાઇક પર સવાર બે યુવાનોને ખેતરમાં ઢસડી જઇ માર મારી 66,000 રૂપિયા રોકડ અને સોનાની ચેઇનની લૂંટ ચલાવી હતી. ઉપરાંત સ્થળેથી પસાર થતા ટ્રેલર ચાલકને પણ માર મારીને લૂંટી લેવાયો હતો. એક રાતમાં બે બનાવો બનતાં પોલીસ બેડામાં દોડધામ થઇ ગઇ હતી.

તરસાલી બાયપાસ ખાતે આવેલ સૂર્યનગરમાં રહેતા બળવંતભાઇ રમેશભાઇ ઠાકોર તેમના મિત્ર ગણપતભાઇ ચંદુભાઇ પટેલ સાથે શનિવારે રાત્રે 10.00 વાગ્યે બાઇક પર બેસી તરસાલી રોડથી હાલોલ ખાતે રહેતા સસરાને 60,000 રૂપિયા આપવાના હોવાથી જતા હતા. તેઓ સાડા દસ વાગ્યે લઘુ શંકા માટે તેઓ કપુરાઇ બ્રિજ પાસે ઘાઘરેટિયા તરફ જવાના કાચા રસ્તા પર ગયા ત્યારે સાતથી આઠ શખ્સ અચાનક આવી ગયા હતા અને બંને યુવાનને જબરજસ્તીથી પકડીને ખેતરમાં ઢસડી ગયા હતા. બંનેને લાકડાના ડંડા વડે માર મારીને કપડાં ફાડી નાંખ્યાં હતાં અને બળવંતભાઇના ખિસ્સામાંથી તેમણે 60,000 રૂપિયા કાઢી લીધા હતા. ઉપરાંત બળવંતભાઇએ પહેરેલી પાોતાની સોનાની એક તોલાની ચેઇન (કિંમત 20,000) અને મોબાઇલ ફોન પણ લઇ લીધો હતો. ઉપરાંત ગણપતભાઇ પાસે રહેલા 60000 રૂપિયા અને મોબાઇલ ફોનને આંચકી લઇ માર મારીને બંનેને ભગાડી દીધા હતા.

બંને યુવાને ત્યાર બાદ તરસાલી પોલીસ ચોકીએ જઇને પોલીસને જાણ કરી હતી, ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે દહેજથી બાંસવાડા જઇ રહેલા ટ્રેલરના ચાલક અને કંડકટર પણ સ્થળે લઘુ શંકા કરવા ઉભા રહ્યા હતા ત્યારે તેમને પણ માર મારીને 5000 રૂપિયા લૂંટી લેવાયા હતા.

હાઇવે પર ટ્રેલર ચાલકને માર મારીને લૂંટ

એક રાતમાં લૂંટી લેવાના બે બનાવો

અન્ય સમાચારો પણ છે...