તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઇમાં ત્રણ આરોપીને રિમાન્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોન્ડાગ્રુપનું ખોટું ઇમેલ બનાવી ઇન્ટરવ્યું માટે બોલાવી નોકરી વાંચ્છુઓ સાથે ઠગાઈ કરતાં ઝડપાયેલા ત્રણ આરોપીઓના 3 દિવસના રીમાન્ડ ડીસીબી પોલીસે મેળવ્યા હતા.

ડીસીબી પોલીસ મથકે હામીદઅલી અબ્બાસ અલી પટેલ (રહે.આયશા પાર્ક,પત્રકાર કોલોની સામે,તાંદલજા રોડ,વડોદરા) ધ્વારા ફરીયાદ નોંધાવવામાં આવી હતી.બાવસ વરસના હામીદ અલીને હોન્ડા કંપનીના નામે ઇન્ટરવ્યું માટે જયપુર બોલાવી નોકરી અપાવવાના અલગ અલગ બહાના હેઠળ કુલ રુ.31000ની છેતરપીંડી ત્રિપુટીએ કરી હતી. ડીસીબીના પોલીસ ઇન્સપેકટર એમ.એચ.વાઘેલાએ ફરીયાદના આધારે તપાસ હાથ ધરી હતી.તપાસ દરમીયાન ડીસીબી પોલીસે વિનોદ કુમાર મહેન્દ્ર સિંગ યાદવ (વિહાર કમલા નહેરુનગર, જયપુર), શિવરાજ મોહન મીના (રે,મહેશ નગર,જયપુર) અને અન્નુકુમાર ધાસી રામ આહીરની ધરપકડ કરી હતી. અદાલતે ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...