તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘લાગોરી બેન્ડ’, ‘સેફાલી આલ્વારેઝ’ના બોલીવૂડ અને ફ્યુઝન સોંગ્સ પર્ફોર્મ થયા

‘લાગોરી બેન્ડ’, ‘સેફાલી આલ્વારેઝ’ના બોલીવૂડ અને ફ્યુઝન સોંગ્સ પર્ફોર્મ થયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નો બોલ માટે લાઇવ ડિટેક્ટિવ િડવાઇસનો આઇડિયા વિનર થયો

બોલીવૂડનાં જાણીતા ફિમેલ સિંગર સેફાલી અલ્વારેસે પર્ફોર્મ કર્યું હતું. સેફાલી અલ્વારેસે બોલિવુડમાં \\\"બદતમીઝ દિલ\\\', \\\"પાર્ટી ઓન માય માઇન્ડ\\\', \\\"ધતિંગ નાચ\\\', \\\"જી ફાડ કે\\\', \\\"ઓ ગુજરીયા\\\' વગેરે જેવાં ફેમસ અને પોપ્યુલર સોન્ગ્સ ગાયાં છે. સાથે બોલિવૂડના બીજાં રોક સોંગ ગાઇ સ્ટુડન્ટ્સને ડાન્સ કરવા માટે મજબૂર કર્યા હતા.

એમ.એસ.યુનિવર્સિટીના ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં પરામર્શ ઇવેન્ટના ત્રીજા દિવસે બેંગ્લોરના જાણીતા ફોક અને ફ્યુઝન લાગોરી બેન્ડે પર્ફોર્મ કર્યું હતું. જેમાં તેમને ‘લાલ મેરી’, ‘બૂમ શંકર’ અને ‘એક તારા’ વગેરે જેવા સોન્ગ પર પર્ફોર્મન્સ આપ્યું હતું. સિવાય તેમના ‘સૈયા’, ‘જીને દો’, આસમાન વગેરે જેવાં હિટ સોન્ગ્સનો તેમના આલ્બમમાં સમાવેશ થાય છે.

પરામર્શ ઇવેન્ટના અંતિમ દિવસે સ્ટાર્ટઅપપીડિયાના વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસીય ઇવેન્ટમાં સ્ટાર્ટઅપપીડિયાના પ્રથમ દિવસે જનરલ મેન્ટરિંગ, બીજા દિવસે પર્સનલ મેન્ટરિંગ અને અંતિમ દિવસે પિચ-ફાઇનલ પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. સ્ટાર્ટઅપપીડિયા માટે ગુજરાતમાંથી ઘણી બધી એન્ટ્રી આવી હતી. જેમાં દેશની વિખ્યાત કોલેજ આઇઆઇટી અને એનઆઇટીમાંથી 18 જેટલી એન્ટ્રી આવી હતી. જેમાં 13 સ્ટાર્ટ-અપ સર્વિસ બેઝ પ્રેઝન્ટેશન હતાં અને 3 સ્ટાર્ટ-અપ પ્રોડક્ટ બેઝ હતા. જેમાંથી આજે 7 પ્રેઝન્ટેશન ફાઇનલ થયાં હતાં. સ્ટાર્ટઅપપીડિયાના જજ તરીકે એપલ કંપનીના પ્રોડક્ટ મેનેજર સિદ્ધાર્થ રાજહંસ, વેન્ચર સ્ટુડિયોના મેઇન કોચ રવિન સંઘવી અને વડોદરાના ઇન્વેસ્ટર પીયૂષે સ્ટાર્ટઅપપીડિયાના આઇડિયા અને તેમની રજૂઆતને જજ કરી હતી. સ્ટાર્ટઅપપીડિયામાં સિટી બેઝ કંપની સ્કાયનેર સ્પોટ સોલ્યુશનનો પાર્થ રાણા પ્રથમ નંબરે આવ્યો હતો. પાર્થ રાણાએ ક્રિકેટ ગેમમાં ઓવરસ્ટેપિંગના લીધે નો-બોલ માટે એક લાઇવ ડિટેક્ટિવ ડિવાઇસ તૈયાર કરવાનો આઇડિયા પ્રેઝન્ટ કર્યો હતો. આઇડિયા વર્ષે યોજાનાર કબડ્ડી વર્લ્ડકપમાં મેઇન લાઇનમાં પણ વાપરવાનો વિચાર છે. બીજા નંબરે એટસાસ કંપનીના પાર્થ જોષીએ પેટ્રોલથી ચાલતું હેલિકૉપ્ટર બનાવ્યું છે. જેનો ઉપયોગ ખેતરોમાં જંતુનાશક દવાના છંટકાવ અને બીજને વાવવા માટે ઉપયોગ માટેનો છે. ત્રીજા નંબરે શહેરના 10મા ધોરણમાં અભ્યાસ કરતા પુરુ ઠક્કરે જોબની તક ક્રિએટ કરવા માટેના પોર્ટલના આઇડિયા હતો. પોર્ટલ લોકોને ડેઇલી બેઝિઝમાં જોઇતી જોબ માટે ઉપયોગી બની શકશે.

એમ.એસ.યુનિ.ની ટેક્નોલોજી ફૅકલ્ટીમાં પરામર્શ ઇવેન્ટનું સમાપન થયું હતું. જેમાં અંતિમ દિવસે બેંગ્લોરના જાણીતા ‘લાગોરી બેન્ડ’ અને ‘સેફાલી આલ્વારેઝ’ની લાઇવ કોન્સર્ટમાં બોલીવૂડ અને ફ્યુઝન સોંગ્સ પર્ફોર્મ થયાં હતાં. અંતિમ દિવસે વિવિધ એક્ટિવિટી, ઇવેન્ટ વર્કશોપનું સમાપન કરવામાં આવ્યું હતું. રાજ્યની વિવિધ યુનિવર્સિટીઝના સ્ટુડન્ટ્સે નોન ટેક્નિકલ ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો.

}લાગોરી બેન્ડે

}સેફાલી અલ્વારેસ

અન્ય સમાચારો પણ છે...