તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 250 સેવકોના પિતૃઓને સમૂહમાં શ્રાદ્ધ અર્પણ કરાયું

250 સેવકોના પિતૃઓને સમૂહમાં શ્રાદ્ધ અર્પણ કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોઇચાખાતે આવેલા નીલકંઠધામ ખાતે ભગવાન સ્વામીનારાયણના મંદિરની સેવામાં રહેતા 250 આદિવાસી તથા અન્ય કર્મચારીઓના પિતૃઓને આજે શ્રાદ્ધ અર્પણ કરવાની સમૂહ વિધિનું આયોજન કરવામાં આ‌વ્યું હતું. જેમાં પ્રભુસ્વામી દ્વારા પ્રાસંગિક પ્રવચન પણ કરવામાં આવ્યું હતું.

નીલકંઠધામ મંદિર દ્વારા તમામ 250 જેટલા સેવા આપતા ભાઇઓના પિતૃઓને સમૂહમાં શ્રાદ્ધ અર્પણ કરવાની એક કલાકની શાસ્ત્રોક્ત વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે અંતે તમામે સ્નાન વિધિ કરી હતી.નીલકંઠધામ ખાતે કૈવલ્યસ્વરૂપદાસજી સ્વામી દ્વારા આયોજિત સમૂહ શ્રાદ્ધ અર્પણની વિધિમાં દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓ પણ જોડાયા હતા. કર્મચારીઓને ઉદ્બાધતાં પ્રસંગોચિત પ્રવચનમાં પ્રભુચરણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, જે શ્રદ્ધાથી અર્પણ કરાય છે તેને શ્રાદ્ધ કહેવાય છે. આપણે કેવળ રીત-રિવાજ મુજબ પિતૃઓને શ્રાદ્ધ અર્પણ કરીએ છીએ તેમ નહીં પરંતુ પૂર્ણ શ્રદ્ધાથી હું મારા પિતૃઓને અર્પણ કરું છું તેવી ભાવના મનોમન કેળવીને અર્પણ કરવામાં આવે ત્યારે તે શ્રાદ્ધ બને છે. રામચંદ્ર ભગવાને ગયા તીર્થમાં દશરથ મહારાજનું શ્રાદ્ધ કર્યું હતું ત્યારે કહેવાય છે કે દશરથ મહારાજાએ હાથોહાથ પિંડ ગ્રહણ કર્યા હતા.

નીલકંઠધામમાં સમૂહ શ્રાદ્ધ વિધિ કરાઇ

પ્રભુસ્વામીનું પ્રાસંગિક પ્રવચન યોજાયું

અન્ય સમાચારો પણ છે...