તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ટ્રેનમાં પોતાનંુ ટી શર્ટ પહેરીને બેઠેલા તસ્કરને યુવાને પકડ્યો

ટ્રેનમાં પોતાનંુ ટી શર્ટ પહેરીને બેઠેલા તસ્કરને યુવાને પકડ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજમેર-પૂરીએક્સપ્રેસ ટ્રેનમાં વિદ્યાર્થીની બેગની ચોરી કરી ભાગેલો તસ્કર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના કોચમાં ચોરીની ટી-શર્ટ પહેરીને બેસીગયો હતો. જોગાનુંજોગ ભોગ બનેલો વિદ્યાર્થી પણ તે ટ્રેનમાં બેસતા પોતાની ટી શર્ટ અને બેગ સાથે તસ્કરને જોઇ ચોંકી ઉઠ્યો હતો. તેણે અન્ય મુસાફરોની સાથે તસ્કરને ઝડપી પાડી રેલવે પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે તસ્કરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા ડીસાના ટીડોડ ગામ સ્થિત પટેલ વગામાં રહેતા 24 વર્ષીય નવીન દેવદાસ ચૌધરીએ એમબીએ સુધીનો અભ્યાસ કર્યો છે. વિદ્યાર્થીને ઇન્ટરવ્યું આપવા જવાનું હોય અજમેર-પૂરી એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં બેસી પૂના જવા નીકળ્યો હતો. ટ્રેનમાં ગઠિયાએ તેની નજર ચૂકવી બેગની ચોરી કરી ભાગી ગયો હતો. બેગમાં જૂના કપડાં, અગત્યના ડોક્યુમેન્ટ , બેંકની ચોપડી , એટીએમ સહીત રૂા. 500ની મતાની ચોરીથઇ ગઇ હતી.

અગત્યના ડોક્યુમેન્ટની ચોરી થતાં વિદ્યાર્થી વડોદરા રેલવે સ્ટેશને ઉતરી ગયો હતો. ત્યારબાદ તે સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં જઇ રહ્યો હતો. દરમિયાન કોચમાં તેની ટીશર્ટ પહેેરેલા શખ્સને જાયો હતો.

વળી, શખ્સ પાસે જે બેગ હતી તે પણ તેની હોય વિદ્યાર્થી ચોંકી ઉઠ્યો હતો. ચોરીની ટીશર્ટ પહેરેલીને બેઠેલા તસ્કરને વિદ્યાર્થીએ અન્ય મુસાફરોની મદદથી ઝડપી પાડ્યો હતો. પૂછતાછમાં મ.પ્ર. ઉજ્જૈનનના કલોદિયા ગામનો સોદાના ઉર્ફે અજય માનસીંગ હજારી બગાડા (વણઝારા) હોવાનું બહાર આવ્યું હતું. તેને રેલવે પોલીસને હવાલે કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...