તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પૂર્વ પાલિકા પ્રમુખના ઘરમાંથી ચોરી કરી ભાગતા બે ઝડપાયા

પૂર્વ પાલિકા પ્રમુખના ઘરમાંથી ચોરી કરી ભાગતા બે ઝડપાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરનગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ગોયાબજાર માલી ખડકી નજીક રહેતા હર્ષદ ચોક્સીના ઘરે તિજોરીની ચાવી ગુમ થઈ ગઈ હતી.દરમિયાનમાં મૂળ વડોદરાના મનજીતસિંગ સિકલીગર અને વિજયસિંગ સિકલીગર તેમનં ઘરે ચાવી બનાવા આવ્યા હતા અને તિજોરીનું ડ્રોઅર ખોલતા તેમાં મૂકેલા રૂા.5,000 જોતાં બંને સિકલીગરોએ નજર ચૂકવી રૂપિયા લઈ ભાગવા રહ્યા હતા. પૂર્વ પ્રમુખ અને એડવોકેટ હર્ષદ ચોકસીને શક જતાં તેમણે ડ્રોઅર ચેક કરતા રૂા. 5,000 નહીં નજરે પડતાં બૂમાબૂમ કરી મુકી હતી. રહીશોએ બંનેને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...