તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દંતેશ્વરમાં 15 દી’ પહેલાં નાખેલા પેવર બ્લોક તૂટી ગયા

દંતેશ્વરમાં 15 દી’ પહેલાં નાખેલા પેવર બ્લોક તૂટી ગયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાદંતેશ્વર વિસ્તારમાં પંદર દિવસ પહેલા નંખાયેલા પેવર બ્લોક તૂટી ગયા હોવાનો ઘટસ્ફોટ થયો છે અને તેની સાથે પેવર બ્લોકની ગુણવત્તાનો વિવાદ પણ સપાટી પર અાવ્યો છે.

સેવાસદનના ઇલેકશન વોર્ડનં.23 હેઠળના દંતેશ્વર વિસ્તારની વૈજનાથનગર પાસે પંદર દિવસ પહેલા સેવાસદને પેવર બ્લોક નાંખ્યા હતા. પેવર બ્લોક નાંખવામાં આવતા વૈજનાથનગર સોસાયટીના રહીશો રાજીના રેડ થઇ ગયા હતા અને વિસ્તારની રોનકમાં વધારો થયો હતો. પરંતુ, માત્ર પંદર દિવસમાં દંતેશ્વર વિસ્તારના રહીશોના સપના રોળાઇ ગયા હતા. દંતેશ્વરની વૈજનાથનગર પાસે નાંખવામાં આવેલા પેવર બ્લોક માત્ર પંદર દિવસમાં તૂટી રહ્યા હોવાનુ સામે આવ્યુ છે અને તેના કારણે ત્યાં વાહનો પણ પાર્ક થઇ શકે તેમ નથી અને નાગરિકોને પણ ત્યાં ઉભા રહેવામાં ખતરો લાગી રહ્યો છે. ઇલેકશન વોર્ડનં.23ના કોંગ્રેસના કાઉન્સિલર ભાવેશ ભટ્ટે (બકો) જણાવ્યું હતું કે, વૈજનાથનગર પાસે લગાયેલા પેવર બ્લોક તૂટી ગયા છે અને તેના માટે શુક્રવારે તંત્રનુ ધ્યાન દોરવામાં આવશે. તેવી રીતે, જ્ઞાનનગર,રણજીતનગર,વિષ્ણુનગર પાસે તો પથ્થરપેવીંગની કામગીરી કરવામાં આવી હતી અને ત્યાં લેવલ જળવાયેલુ હોવાની તેની પણ તપાસ કરવી જરૂરી છે તેમ તેમણે ઉમેર્યુ હતુ. જયારે, સેવાસદનના દક્ષિણ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર પી એમ પટેલે જણાવ્યું હતું કે,દંતેશ્વરમાં પેવર બ્લોક તૂટી ગયા હોવાની મને જાણકારી નથી પણ તેમ છતાં તેની તપાસ કરવામાં આવશે.

હલકી ગુણવત્તા | વાહનો પાર્ક થઇ શકતાં નથી, રાહદારીઓ પણ પસાર થઇ શકતાં નથી

દંતેશ્વરના વૈજનાથ નગર પાસેના પેવર બ્લોક તૂટી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...